વાંકાનેર : તાજેતરમા વાંકાનેર શહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે કારસવાર બે શખ્સો પકડાયા છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 2ના રોજ વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ પર જીનપરા જકાતનાકા નજીક કાર રજિ. નં. જી.જે-૦૩-ઇ.આર.-૫૯૩૨માં ડ્રાઇવર શીટ તથા તેની બાજુની શીટ વચ્ચેના ભાગે પરપ્રાંત બનાવટનો ભારતીય ઇગ્લીશ દારૂની શીલ પેક બોટલ – 1 (કી.રૂ. 300) વેચાણ કરવાના તથા પીવાના આશયથી રાખેલ મળી આવી હતી. આ બનાવમાં રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ. 37, રહે. ચોટીલા) તેમજ હસમુખભાઇ કાળુભાઇ સોઢાતર (ઉ.વ. 27, તા.ચોટીલા)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર તથા વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ. 90,300નો મુદામાલ જપ્ત કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
























