મોરબી: સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કરેલ હોવાની ફરિયાદ

0
248
/
ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા

મોરબી : આજે મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જો કે ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા (મીં)ના ઉટબેટ (સામપર) ગામે રહેતા વિશાલભાઇ શાંતીલાલ બદ્રકિયા (ઉ.વ.૨૦) એ આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઇ નગવાડીયા (રહે. ચીખલી તા. માળીયા (મીં)) તથા રાણીંગ હીરાભાઇ વાઘેલા (રહે પંચાસર રોડ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૫ મેના રોજ મોરબી સાવસર પ્લોટ ગોકુળ હોસ્પીટલ સામે પાર્ક થયેલું ફરીયાદીનું હીરો સ્પલેન્ડર નં. જી.જે.૧૦.સી.એ.૩૯૪૮ (કિં.રૂા.૧૫,૦૦૦)ને આ બન્ને આરોપીઓ ખસેડીને ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે એ ડિવિજન પોલીસ વધુ તપાસ ચાલવી રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/