મોરબી : શક્તિ ટાઉનશીપ સોસાયટીમાં 11 કેવીનો વીજ પોલ ગમે ત્યારે પડે તેવી જોખમી હાલત

0
73
/

45 દિવસ પહેલા અજાણ્યા વાહનની ઠોકરથી વિજપોલ નમી ગયા બાદ વીજ તંત્ર ઉઠા ભણાવતા સ્થાનિકો પર મોટી દુર્ઘટનાનો ભય

મોરબી : રવાપર ઘુંનડા રોડ પર આવેલી શક્તિ ટાઉનશીપમાં 11 કેવિના વિજપોલની 45 દિવસથી જોખમી હાલત હોવા છતાં વીજ તંત્ર કોઈ ઠોસ કાર્યવાહી કરવાની બદલે માત્ર ઉઠા જ ભણાવતા સ્થાનિકો પર મોટો દુર્ઘટનાનો ભય ઝળુંબી રહ્યો છે.અગાઉ આ વિજપોલને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતા આ વિજપોલ નમી ગયો છે અને ગમે ત્યારે પડે તેવી દહેશત છે.તેથી સ્થાનિકોએ આ ગંભીર બાબતે વિજતંત્ર વહેલી તકે યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરી છે.

મોરબીના રવાપર ઘુંનડા રોડ પર આવેલ ગોકુલ ફાર્મની બાજુની શક્તિ ટાઉનશીપ સોસાયટીના મુખ્યમાર્ગ પર આવેલ 11 કેવી વીજ લાઇન વાળો વીજપોલની છેલ્લા 45 દિવસથી જોખમી હાલત છે.છતાં વિજતંત્ર હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે, આ અંગે સ્થાનિક રહીશ હિતેશભાઈ બાવરવાએ તંત્ર સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે, તેમની સોસાયટીના મુખ્ય માર્ગ પર આવેલા 11 કેવીની વીજ લાઇન વાળા વીજપોલ નમી ગયો છે.જોકે તેમની સોસાયટીમાં બાંધકામના કામ ચાલતા હોય ભારે વાહનોની અવરજવર રહેતી હોય કદાચ કોઈ આવા વાહનોની ટક્કર લાગતા આ વિજપોલ નમી ગયો છે અને ગમે ત્યારે પડે તેવી ભીતિ છે.જોકે સોસાયટીનો મુખ્યમાર્ગ હોવાથી ભારે અવરજવર રહેતી હોય કદાચ ચાલુ વીજ પ્રવાહની હેવી લાઇન વાળો વિજપોલ પડી જાય તો મોટી દુર્ઘટના થવાની દહેશત છે.પણ વિજતંત્રની બે વખત રજુઆત કરી હોવા છતાં હજુ સુધી કોઉ કાર્યવાહી કરી નથી.બીજી તરફ આ સ્થિતિ ગંભીર બની રહી હોવાથી વિજતંત્ર આ મામલે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/