મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા જલારામ મંદિરમાં વૈકુંઠ રથ અર્પણ કરાયો

0
74
/

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા મળેલ સહયોગનો સદ્ઉપયોગ કરીને શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને વૈકુંઠ રથ (મોક્ષ રથ) અર્પણ કરવામા આવ્યો છે

મોરબી પંથકમાં વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા વૈકુંઠ રથ (મોક્ષ રથ) અર્પણ કરવા મા આવ્યો છે મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા ગત ડીસેમ્બર-જાન્યુઆરી માસમા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે અંતર્ગત ગૌમાતાના લાભાર્થે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવા મા આવ્યુ હતુ, તે ઉપરાંત વિવિધ ધાર્મિક ઉત્સવો ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા મા આવી હતી. સપ્તાહ દરમિયાન મળેલ સહયોગ નો સદ્ઉપયોગ કરવાનુ શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીએ નિર્ધારિત કર્યુ હતુ. શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા દીવંગતોની અંતિમયાત્રા માટે વૈકુંઠ રથ (મોક્ષ રથ) બનાવી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને અર્પણ કરી સમાજ ને ઉમદા દ્રષ્ટાંત પુરુ પાડ્યુ છે.

શ્રી રઘુવંશી યુવક મંડળના આ ભગીરથ સેવા કાર્ય બદલ સંસ્થા ના પ્રમુખ ડેનિશભાઈ કાનાબાર, ઉપપ્રમુખ પ્રશાંતભાઈ સેતા, સેક્રટરી રવિભાઈ કોટેચા, ખજાનચી વિરેન ભાઈ પુજારા, જો.સેક્રટરી પરાગભાઈ હાલાણી, ભરતભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર,કમલેશભાઈ ખંધેડીયા, જયેશભાઈ કોટેચા,યોગેશભાઈ માણેક, મનોજભાઈ કોટક, હરેશભાઈ કાનાબાર, ધર્મેશભાઈ ગંદા, જયેશભાઈ ચંદારાણા, દીનેશભાઈ જોબનપુત્રા,સુનિલભાઈ ચંદારાણા, સંદીપભાઈ ખગ્રામ, પરિમલભાઈ ઠક્કર, રોનકભાઈ કારીયા, દક્ષેશભાઈ માણેક, જયદીપભાઈ બારા સહીતના અગ્રણીઓ પર ચોમેરથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે અને વૈકુંઠ રથના લોકાર્પણ સમયે શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, જીતુભાઈ પુજારા, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ એ આભાર માન્યો હતો

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/