મોરબી : હાલ પવીત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકો ભોળાનાથને રીઝવવા બીલીપત્રો અને જળ અર્પણ કરતા હોય છે. આ માસ દરમિયાન મંદિરોમાં નવી-નવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. જે આકર્ષણનું કેંદ્ર બનતી હોય છે.
ક્યાંક બરફનું શિવલિંગ બનાવાઈ છે તો કોઈ ગુફા, આવી જ રીતે મોરબીના સામાં કાંઠે આવેલ સૂર્યમુખી હનુમાન મંદિરમાં નાના બાળકો દ્વારા શિવ ગુફા બનાવવામાં આવી છે અને આ હનુમાનજીને પણ શંકર ભગવાનની માફક વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે. નાના બાળકોને આ પ્રકારની પ્રવૃત્તિ જેઇ સારો સંદેશો મળે છે અને બાળકો દ્વારા દર્શન માટે આવનાર દર્શનાર્થીઓના હાથ સેનેટાઈઝર કરાવીને પછી જ પ્રવેશ આપવામાં આવે છે અને સોશ્યલ ડીસ્ટસિંગ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન પણ રાખ્યું છે. આ રીતે એક સકારાત્મક સંદેશ અને જાગૃતતા પણ લોકોમાં ફેલાઈ રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide