મોરબી એસઓજી ટીમે હદપારી ગુન્હાનો ભંગ કરનાર બે ઈસમને ઝડપ્યા

0
115
/

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન હદપારી ગુન્હાનો ભંગ કરનાર બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણા, ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ ઝીલરીયા અને ભરતસિંહ ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબી સબ ડીવીઝનલ મેજી. ના હદપારીના હુકમથી મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજ એમ પાંચ જીલ્લામાંથી હદપાર કરેલ ઇસમ દેવીસિંહ ઉર્ફે લાલભા પંચાણજી ઝાલા (ઉ.વ.૩૫) રહે ભડિયાદ રામાપીરનો ઢોળો વાળા મોરબી હાલ ભાવનગર વાળાને ઝડપી લઈને હદપારી હુકમ ભંગ કરતા ધોરણસરની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે

જયારે એસઓજી ટીમના પીઆઈના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ ઝીલરીયા અને ધર્મેન્દ્રભાઈ વાઘડીયા સહિતની ટીમે બાતમીને આધરે હદપારી હુકમથી પાંચ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરેલ ઇસમ શાંતિલાલ નથુભાઈ કડેવાર (ઉ.વ.૫૬) રહે હાલ શોભેશ્વર રોડ મોરબી વાળાને ઝડપી લઈને હદપારી હુકમ ભંગ હેઠળ કય્દેસર્ક કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/