રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો સુધીમાં એસટીમાં ભારે ભીડ રહેતા ધરખમ આવક થઈ
મોરબી : મોરબીમાં એસટી તંત્રને જન્માષ્ટમી તહેવારો ફળીભૂત થયા હતા .જેમાં રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન એસટી બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી હતી.આ તેર દિવસ દરમ્યાન એસટી તંત્રને રૂ.51.98 લાખની ધરખમ આવક થઈ હતી.
મોરબીવાસીઓએ જન્માષ્ટમીના તહેવારોની મનભરીને ઉજવણી કરી હતી.ઘણા હરવા ફરવાના શોખીન લોકોએ પર્યટન સ્થળ કે ધાર્મિક સ્થળ તેમજ બહાર ગામ રહેતા સગા સંબંધીઓના ઘરે જઈને સાતમ આઠમના તહેવારોની પરિવારોની ઉજવણી કરી હતી.પરિણામે એસટી બસોમાં લોકોની ભારે ભીડ રહી હતી.જોકે રક્ષાબંધન પર્વથી બહારગામ જવા માટે લોકોનો એસટી બસોમાં ઘસારો થયો હતો અને સાતમ આઠમના પર્વએ એસટી બસોમાં ચિક્કાર ગરદી જોવા મળી હતી.જેથી એસટી તંત્રને તહેવારો ફળ્યા હતા.જેમાં રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો સુધી એટલે કે તા.14થી માંડીને તા.26 ઓગસ્ટ સુધીમાં મોરબી એસટી ડેપોને રૂ.51.98 લાખની માતબર રકમની આવક થઈ છે.જે સામાન્ય દિવસો કરતા સૌથી વધુ આવક છે.જન્માષ્ટમીના તહેવારોમાં સૌથી વધુ રૂટ દાહોદ, સુરત, મોરબી-રાજકોટમાં મુસાફરોનું.પ્રમાણ ઊંચું રહ્યું હતું.એકંદરે મોરબીવાસીઓ જન્માષ્ટમીની મનભરીને ઉજવણી કરીને એસટી ડેપોની તિજોરી છલકાવી દીધી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide