મોરબી: ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ 27 માર્ચે બેઠક નંબરની ચકાસણી કરી શકશે

0
91
/

મોરબી : હાલ મોરબી સહીત રાજ્યભરના ધોરણ-10 અને ધોરણ -12ના વિદ્યાર્થીઓ આગામી તા.27ના રોજ સાંજે 4થી 6 દરમિયાન પોતાના સીટ નંબરની જે તે કેન્દ્ર ઉપર જઈ ચકાસણી કરી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોર્ડની જાહેર પરીક્ષા ધોરણ – ૧૦, અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના નિયમિત, રીપીટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની માર્ચ – ૨૦૨૨ મોરબી જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન લેવાનાર છે.આ પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત રહેનાર છે તેઓને પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી પરીક્ષા ચાલુ થયાના આગળના દિવસે કરવાની રહેતી હોય છે. પરંતુ આ વખતે તા. ૨૭/૦૩/૨૦૨૨ રવિવારના રોજ વન સંરક્ષક પરીક્ષા (વર્ગ – ૩)નું આયોજન મોરબી જિલ્લાના કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે. જેથી ધોરણ – ૧૦, અને ધોરણ – ૧૨ પરીક્ષાર્થીઓએ પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી કરવા તા.૨૭/૦૩/૨૦૨૨ રવિવારના બપોરે ૦૪:૦૦ કલાક થી ૦૬:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે જેની તમામ સ્થળ સંચાલકશ્રી/આચાર્યશ્રી /વિદ્યાર્થીઓ/વાલીઓએ ધ્યાને લેવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/