મોરબી નગરપાલિકા દ્વારા 70 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી

0
139
/

મોરબી : હાલ આજે મોરબી શહેરમાં નગરપાલિકાએ પ્લાસ્ટિકની દુકાનોમાં ચેકીંગ હાથ ધરી નગરપાલિકાના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો હતો.

મોરબી નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે રેઈડ કરી હતી. જેમાં 50 માઇક્રોનથી નીચેના ઝબલા અને ગ્લાસ સહીત 70 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી કુલ રૂ. 3000 જેટલો દંડ ફટકાર્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રેઈડ દરમિયાન ચામુંડા પ્લાસ્ટિક, રોયલ સેલ્સ, ભવાની પ્લાસ્ટિક, પરેશ પ્લાસ્ટિક, અનિતા પ્લાસ્ટિક અને સોહમ પ્લાસ્ટિક આ છ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/