મોરબી તાલુકા પોલીસ મથકમાં તરીકે ફરજ બજાવી રહેલા મુકુન્દરાય જોશી જોશીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

0
215
/

મોરબી જિલ્લાના તાલુકા પોલીસ મથકમાં છેલ્લા છે તરીકે ફરજ બજાવી રહેલા મુકુન્દરાય પ્રેમશંકર જોશી તારીખ 20ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો આગામી નિવૃત્તિ જીવન શાંતિપૂર્ણ અને સુખમય જાય એ માટે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અને પોલીસ કર્મીઓ દ્વારા ફુલહાર થોડા અને ફળો આપી વિદાય સમારંભ યોજ્યો હતો
મૂળ મોરબી જીલ્લા ના માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી મોરબી પરિવાર સાથે રહેતા મુકુન્દરાય પ્રેમશંકર જોશી તારીખ 30 ના રોજ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા જેમાં પ્રથમ રેલવે પોલીસ તરીકે જોડાયેલા મુકુન્દરાય પ્રેમશંકર જોષીએ 36 વર્ષની ફરજમાં કચ્છના લાકડીયા બરોડા ભાવનગર સહિત ફરજ બજાવી ચૂક્યા છે બાદમાં તેઓ રેલવે પોલીસ માથી ગુજરાત પોલીસમાં જોડાયા હતા જેમાં તેઓએ પોતાના કરિયરની શરૂઆત કોસ્ટેબલ તરીકે મોરબી માળીયા મીયાણા રાજકોટ ધોરાજી ગોંડલ ઉપલેટા ભાવનગર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ નિષ્ઠાપૂર્વક પોતાની સેવા આપી ચૂક્યાં છે જેમાં હર હંમેશ પોલીસ તંત્ર માટે સેવા આપવા માટે એમપી જોશી તત્પર રહેતા હતા મોરબી માં ફરજ દરમિયાન પોલીસને પડતી અગવડતા માટે વર્ષ 2001 માં આવેલ ભૂકંપ માં તેઓએ નહેરુ ગેટ ચોકમાં આવેલ પોલીસચોકી નષ્ટ થઈ ગઈ હતી જેમાં બાદમાં તેઓએ નહેરુગેટ ચોક વચ્ચે સતત હેરાન અને પરેશાન રહેતા પોલીસ કર્મચારીઓ ચોવસ કલાક ફરજ બજાવી પોતાની સેવા આપી શકે એ માટે પોલીસચોકી સરકાર સાથે રહીને ઉભી કરવામાં આવી હતી પરન્તુ બાદમાં રાજકીય ઈશારે તેને પાડી નાખવામાં આવી અને મુકુંદરાય જોશીએ પોલીસ માટે કરેલા કામ બદલ તેઓની ધોરાજી બદલી કરી દેવામાં આવી હતી પરંતુ આમ છતાં તેઓ મક્કમ રીતે હરહમેશ પોલીસ પરિવાર ના લોકો માટે અડગ રહેતા હતા સત્ય બોલવા અને કર્કશ સ્વભાવના એવા મુકુંદરાય જોશી ની ફરજનો સમય તેના માટે સંઘર્ષ મય રહ્યો પરન્તુ તેઓએ પોતાને અડગ બનાવી સમય સામે લડત આપી પોતાની ફરજ નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક નિભાવી હતી અને ફરજના અંત સુધી તેઓએ પોતાની આ જ છટાને જાળવી રાખી હતી બાદમાં મુકુંદરાય જોશીને હેડકોન્સ્ટેબલ અને વર્ષ 2017 માં એ એસ આઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું જેમાં તેઓ મોરબી એ ડીવીઝન, તાલુકા ટ્રાફિક શાખા,જિલ્લા ટ્રાફિક, ડી સ્ટાફ માળીયા મિયાણા ના ઘાટીલા સહિતના ગામોમાં પોલીસ ફરજ બજાવી ચુક્યા છે
ગઈકાલે તાં 30ના રોજ તેઓ વયમર્યાદા ના લીધે નિવૃત થતાં સ્વભાવે કર્કશ અને સત્ય બોલવાના આદી એવા મુકુંદરાય જોશી ના વિદાય થી સહકર્મીઓ ભાવુક થઈ ગયા હતા અને સાથે જ મુકુંદરાય જોશી પણ તેઓને પોતાના વર્તન થી કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરવાની લાગણી વ્યક્ત કરી પોલીસ પરિવાર માટે હરહંમેશ તેઓએ તત્પર છે તેવું જણાવી વડીલો અને અધિકારીઓ ની સલાહ માનવી અને તેઓનું માન જાળવવું
કેમ કે એ જ તમારું ભવિષ્ય છે અને નાના માણસનું ખાસ સાંભળવું કેમ કે ઉપર વાળો આજે નહીતો કાલે તેનો હિસાબ આપને જરૂર આપશે તેવી વિનમ્રતા પૂર્વક સલાહ આપી હતી આ તકે મોરબી તાલુકા ઇન્ચાર્જ પીએસઆઈજાડેજા,પીએસીઆઈ ગિરીશ વાણીયા, પ્રો.મહિલા પીએસઆઈ ઘનલક્ષ્મી બેન ડાંગર અને મોરબી તાલુકા પોલીસના તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/