હળવદ : પોલીસ સ્ટાફે કબજે કરેલા વાહનમાંથી ડીઝલ ચોરી કરતો હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

0
515
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

પોલીસમેનની ડીઝલ ચોરી કરવાની કરતૂત સોશ્યલ મીડિયા ટોક ઓફ ટાઉન બની : વિવિધ ગુનામાં કબ્જે લેવાયેલા વાહનોમાંથી ડીઝલ કાઢી લેવાના એક પોલીસ કર્મીના કારસ્તાનથી પોલીસ બેડાની પ્રતિષ્ઠા ખરડાઈ

હળવદ : હળવદના એક પોલીસ કર્મીની કરતૂત સોશ્યલ મીડિયામાં ટોક ઓફ ટાઉન બની ગઈ છે.જેમાં હળવદના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહાશય કોન્સ્ટેબલે વિવિધ ગુનામાં કબ્જે લેવાયેલા અને હળવદ પોલીસ સ્ટેશનમાં રાખેલા વાહનોમાંથી ડીઝલ કાઢતો હોવાના ફોટા વાયરલ થયા છે. વિવિધ ગુનામાં કબ્જે લેવાયેલા વાહનોમાંથી ડીઝલ કાઢી લઈને ક્યાં ઉપયોગમાં લે છે ? અને તેના ગોરખ ધંધાની હજુ સુધી કેમ કોઈને ગંધ આવી નહિ ? શુ જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે? કે પછી આ ઘટના બાદ ઉચ્ચ અધિકારી તેમની સામે ખાતાકીય પગલાં ભરશે ? તેવી હળવદ પંથકમાં ચર્ચાઓ ચાલી રહી છે. એકંદરે આ પોલીસ કર્મી ડીઝલ ચોરી કરવાના કારસ્તાનથી પોલીસ બેડાની પ્રતિષ્ઠા ખરડાઈ છે.

હળવદના સોશિયલ મિડિયામાં વાયરલ થયેલ ફોટા બાબતે લોકોમાં શરૂ થયેલ ચર્ચા મુજબ આ મહાશય છેલ્લા કેટલાય સમયથી ચાલતા જુગાર તેમજ દારૂની બદીઓને નાથવાને બદલે હપ્તા સેટિંગ કરી તગડી રકમ પડાવતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે, તો સાથે રેલવે સ્ટેશન પાસે આવેલ દેશી દારૂના હાટડામાં અઠવાડિયે બે- ત્રણ રાઉન્ડ મારી હપ્તા ઉઘરાવતા હોવાનું પણ નગરજનો સામે આવ્યું છે. એટલું જ નહીં દેશી દારૂના હાટડા કયારે ચાલુ રાખવા અને કયારે બંધ રાખવા તે આ મહાશય ભટભટીયા દ્વારા દોડી જઈ અને દેશી દારૂના ધંધાર્થીઓને જણાવતો હોવાનો પણ લોકો સમક્ષ બહાર આવવા પામ્યું છે.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/