મોરબી : તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખના બદલીઓના આદેશ અન્વયે મોરબી તાલુકા અને શહેરી વિસ્તારની તમામ શાળાઓના શિક્ષકોને જેમના માટે વિશેષ માન સન્માન રહ્યું છે. તેવા શાંત અને હકારાત્મક અભિગમ ધરાવતા મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી શર્મિલાબેન એસ. હુંબલની બદલી સાથે બીટ ૩ના કેળવણી નિરીક્ષક તરીકે નિયુક્તિ થયેલ છે.
આ ઉપરાંત, શાળા અને શિક્ષણ વિકાસ માટે પ્રયત્નશીલ એવા બીટ ૧ના કેળવણી નિરીક્ષક ડૉ. જીજ્ઞેશભાઈ જી. વોરાની બીટ ૨ના કેળવણી નિરીક્ષક અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના વધારાના હવાલા સાથે નિયુક્તિ થતા આ બંને મહાનુભાવોને સન્માન અર્પિત કરવામાં આવ્યું હતું. સાથે સાથે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી હાલ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીટ ૧ના કેળવણી નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલ કાર્યશીલ, કાર્યદક્ષ અને કાર્યકુશળ એવા દિનેશભાઈ આર. ગરચરને મોરબી તાલુકા શિક્ષણ પરિવારમાં આવકારવામાં આવ્યાં હતા.
મોરબી ગ્રામ્ય અને શહેર વિસ્તારના તમામ તાલુકા શાળાના આચાર્યઓની ઉપસ્થિતિમાં અને તેમના માધ્યમ થકી મોરબી ગ્રામ્ય અને શહેર વિસ્તારના શિક્ષકો વતી સંગઠનના સૂત્રધારો એવા મોરબી ગ્રામ્ય તાલુકા સંઘના પ્રમુખ સંદીપ આદ્રોજા, મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા, મોરબી શહેર સંઘના પ્રમુખ જાકાસણીયા અને મહામંત્રી ભાવેશભાઈ કૈલા દ્વારા ટી.પી.ઈ.ઓ. અને કેળવણી નિરીક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide