મોરબી તાલુકા સરપંચ એસો.નું પાકવીમા મામલે કલેકટરને આવેદન

0
194
/

આરડીસી બેંકના ખાતેદારોને સાથે રાખીને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવાનો નિર્ધાર

મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશને પાકવીમામા થયેલા અન્યાય મામલે આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે આરડીસી બેંકના ખાતેદારોને સાથે રાખીને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવાનો નિર્ધાર પણ કર્યો છે.

મોરબી તાલુકાના ખેડૂતો સાથે પાકવીમાં બાબતે જે અન્યાય થયો છે. તે સંદર્ભે આજે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ત્રી મંદિર ખાતે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં એસોસિએશનના હોદેદારો તેમજ તાલુકાના ગામોના સરપંચોએ હાજરી આપી હતો. આ બેઠકમાં એસોસિએશને આરડીસી બેંકના ખાતેદારોને સાથે રાખીને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવાનો નિર્ધાર પણ કર્યો હતો. બાદમાં એસોસિએશન દ્વારા પાકવીમાં મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમા જણાવાયું કે મોરબી તાલુકાને અર્ધ અછત ગ્રસ્ત જાહેર કરીને કૃષિ ઇનપુટ સહાય ચુકવવામાં આવી છે. સરકારે ઇનપુટ સહાય ચૂકવી છે. ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તાલુકાના ખેડૂતોનુ મગફળી કપાસનું વાવેતર નિષ્ફળ ગયેલ છે. જેથી પાક વીમા કંપની દ્વારા પાક વિમો ૧૦૦ ટકા મળવો જોઈએ. જેની જગ્યાએ મોરબી તાલુકાના ખેડૂતોને ખુબજ ઓછા પ્રમાણમાં પાક વીમો મળેલ છે. જે અન્યાયકર્તા છે. જેટલું પ્રીમિયમ સરકાર તથા ખેડૂતો દ્વારા વીમા કંપનીને ચુકવવામાં આવે છે. તેના ૫૦ ટકા પણ પાકવિમો ચુકવવામાં આવ્યો નથી. ત્યારે સરકાર ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/