મોરબી: ઠેર-ઠેર સીરામીકનો કદડો ઠાલવતા ડમ્પરોથી જીવનું જોખમ

0
207
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી હળવદ રોડ ઉપર દેવીપુરના પાટિયા પાસેની ઘટનાનો વિડીયો વાયરલ

મોરબી : હાલ હાઇવે ઉપર ડમ્પરોનો ત્રાસ ફાટીને ધુમાડે ગયો છે. હાઇવે ઉપર માટીના ઢગલાનો ખડકલો કરવાની સમસ્યા હજુ ઉકેલાય નથી.ત્યાંજ મોરબી મોરબી હળવદ રોડ ઉપર દેવીપુરના પાટિયા પાસે ચાલુ ડમ્પરમાંથી રોડ પર ઠેરઠેર સીરામીકની માટીનો કદડો પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો આફતમાં મુકાય ગયા હતા.રોડ ઉપર માટીના ઢગલા પડતા વાહન ચાલકોની ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

મોરબી હળવદ હાઇવે ઉપર દેવીપુરના પાટિયા પાસે ગતરાત્રે એક સીરામીકની માટી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. પણ આ ચાલુ ડમ્પરમાંથી રોડ ઉપર ઠેક ઠેકાણે ડમ્પરના ઠાઠામાંથી સીરામીકનો કદડો ઠલવાતો ગયો હતો. આ રીતે મોરબી હળવદ હાઇવે ઉપર છેક સુધી ચાલુ ડમ્પરમાંથી સીરામીકની મોટી રોડ ઉપર પડી છે. આ ઘટનાને પાછળથી આવતા અન્ય વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરીને વીડિયો વાયરલ કરતા ડમ્પર ચાલકની જોખમી બેદરકારી સામે આવી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે રોડ ઉપર જેમ જેમ ડમ્પર પુરપાટ ગતિએ દોડી રહ્યું છે તેમ તેમ ડમ્પરના પાછળના ભાગે ઠાઠામાંથી કોઈ પદાર્થ નીચે પડી રહ્યો છે. આ પદાર્થનો ઢગલો પાછળ આવતા કોઈ વાહન ચાલક ઉપર પડ્યો હોય તો જાનહાની થવાની દહેશત ઉભી થઇ હતી.મોરબી હળવદ હાઇવે ઉપર ડમ્પરમાંથી ઠેરઠેર જે પદાર્થ ઠલવાયો તે સિરામિકનો પોલિસંગનો રગડો માટી હોવાનું કહેવાય છે. જો કે સીરામીકનો પદાર્થ ખરેખર શું હતો ? કોઈ નુકસાનકારક સામગ્રી છે કે કેમ ? તેમજ પાછળથી આ સામગ્રી પડતી હોવા છતાં ડમ્પર ચાલકનું ધ્યાન કેમ ન ગયું ? શુ જાણી જોઈને આવી જોખમી બેદરકારી કરી છે કે કેમ? આ ડમ્પર કઈ સામગ્રી લઈને ક્યાં ઠાલવવા ગયું ? તે સહિતની બાબતે તપાસ કરીને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/