મોરબીમાં ત્રણ શખ્શો વિરુદ્ધ ખોટી માહિતી જાહેર કરવા બદલ ફરિયાદ નોંધાઇ

0
540
/

ધ કોબ્રા પોસ્ટ,મોરબી લાઈવના ત્રણ સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી : પુરાવા વિના માહિતી જાહેર કરી બદનામ કર્યા હોવાની રાવ : પોલીસકર્મીઓ પણ સંવેદનશીલ માહિતી પૂરી સંડોવણી ધરાવતા હોવાની શંકા : તપાસ જરૂરી

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ગમે તે અધિકારી વ્યક્તિઓ વિશે બેફામ પુરાવો વિના આડેધડ છાપવાનો ક્રેઝ જામ્યો છે અને લોકોને પણ માહિતી સાચી હોય કે ખોટી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિરૂદ્ધ ની વાત હોય એટલે વાંચવી અત્યંત ગમે છે એ પછી રાજકારણી હોય અધિકારી હોય કે પત્રકાર હોય ગને તેના વિરુદ્ધ ગમે તેમ લખી આ માહિતી બજારમાં ફરતી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં જીલ્લા પંચાયત ના સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા વિરુદ્ધ થોડા સમય પહેલા ધ કોબ્રા પોસ્ટ અને મોરબી લાઈવ નામની વેબસાઈટ મારફતે આક્ષેપો સાથેની માહીતી જાહેર કરાઈ હતી જેમાં અજય લોરીયાએ વેબસાઈટ ના સંચાલક પિયુષ નિમાવત,ડેનિશ દવે અને દેવાંગ રબારી નામના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં મોરબી જીલ્લા પંચાયત ના સદસ્ય અજય લોરીયાએ પોતાનો વિરુદ્ધ પુરાવા વિના લિંક મારફતે લખાણ વાયરલ કરી જમીનમાં ખોટું દબાણ કરી હોવાની માહિતી જાહેર રાજકીય કારકિર્દી ને નુકસાન પહોંચાડવા બદલ બદનામી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી શહેર પોલીસે તમામ વિરુદ્ધ આઇપીસીની કલમ ૫૦૦,૫૦૧,૪૬૯ મુજબ નોંધી પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
POLICE-A-DIVISON
[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/