મોરબીના છેવાડાના વિસ્તાર લાયન્સનગર સાથે પાલિકા તંત્રએ હમેશા ઓરમાયું વર્તન રાખ્યું હોવાના લત્તાવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા અંગે અનેક રજૂઆત છતાં નિવેડો ના આવતા આજે ફરીથી રહીશોએ કચેરીએ હંગામો કરીને ઉગ્ર રજૂઆત કરી હતી
મોરબીના લાયન્સનગર વિસ્તારના રહેવાસી અને સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીની આગેવાનીમાં આજે સ્થાનિકોનું ટોળું પાલિકા કચેરી પહોંચ્યું હતું અને ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં પાણીનો પ્રશ્ન ઘણો જુનો છે પણ છેલ્લા એક માસથી બિલકુલ પાણી આવતું નથી વોટર સપ્લાય કર્મચારી તેમજ વાલ્વમેનને અનેક વખત ફોન કરવા છતાં પાણી આવ્યું નથી અગાઉ પણ પાલિકા કચેરીએ રજૂઆત કરી હતી જોકે ઠાલા આશ્વાસન આપીને રવાના કરી દેવાય છે અને પરેશાન કરવામાં આવી રહ્યા છે જેથી આ વિસ્તારમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી છે પાણી ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, રોડ, જેવી સુવિધાઓ આપવા માંગ કરી છે લાયન્સનગરના રહીશોના ટોળાની રજૂઆત સાંભળી ચીફ ઓફિસર સાગર રાડિયાએ આવતીકાલથી પાણી શરુ કરવાની ખાતરી આપી હતી વધુમાં જણાવ્યું હતું કે અડધો વિસ્તાર ગ્રામ પંચાયતમાં આવે છે તેમજ બાકી વિસ્તારguwil લાઈનમાં આવે પાલિકામાં વિસ્તાર આવતો નથી પણ લોકોને મુશ્કેલી ના પડે તે માટે પાલિકા તંત્ર યોગ્ય કદમો ઉઠાવશે પાલિકાના જે વિસ્તારમાં પાણી લાઈન નથી ત્યાં મોટી લાઈન નાખવા માટે માંગણી કરાશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું
કુબેરનગર અને ગાયત્રીનગરમાં ભૂગર્ભ સમસ્યા
મોરબી પાલિકા કચેરીએ આજે લાયન્સનગરના રહીશોએ હલ્લાબોલ કર્યો હતો તો બીજી તરફ કુબેરનગર અને ગાયત્રીનગરમાં ભૂગર્ભ સમસ્યાથી કંટાળી જઈને ટોળું કચેરી પહોંચ્યુ હતું આ વિસ્તારમાં અગાઉ રજૂઆત બાદ સફાઈ થઇ છતાં સમસ્યા યથાવત હોય જેથી શનિવારે પાલિકાની ટીમ ફરીથી સફાઈ કરશે તેવી ખાતરી આપવામાં આવી છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.