[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત પાંચમા વર્ષે આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી હોય એવા ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસીને મોજ માનવાનું જીવનનું મહત્વનું સ્વપ્ન હોય છે. આવા બાળકો કદી જ મોંઘી કારમાં બેસીને આનંદ માણ્યો હોતો નથી. તેથી, આવા બાળકોના સ્વપ્નને સાકાર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી ગરીબ બાળકોને સાચી રીતે વ્હાલ કરીને તેમને અનોખો આનંદ આપવા માટે જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભુત જોય રાઈડ્સનું શહેરના શનાળા રોડ સ્કાઇ મોલ પાસેના ગ્રાઉન્ડ ખાતેથી આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide