મોરબીના રોહિદાસપરામાં લુખ્ખા ત્વોનો ત્રાસ રેન્જ આઇજીને ફરિયાદ

0
43
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : વિગત મુજબ મોરબીના વીસીપરા અંદર આવેલા રોહિદાસપરા વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થવાની સાથે જાણે કાયદાનો ડર ન જ હોય તેમ લુખ્ખાઓ અને દારૂડિયાઓ ભારે ત્રાસ આપતા હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ રેન્જ આઈજીને રજુઆત કરી છે. જેમાં આ અસામાજિક તત્વોના ત્રાસની વારંવાર રજુઆત કરવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર પગલાં ભરતું ન હોય આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા રેન્જ આઈજી સમક્ષ માંગ કરાઈ છે.

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા લોકોએ રેન્જ આઈજીને લેખિતમાં ફરિયાદ કરી હતી કે,રોહિદાસપરા વિસ્તારમાં અમુક માથાભારે તત્વોને જાણે કાયદાનો કે પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ બનીને દેશી દારૂના અડ્ડા ચલાવે છે અને દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે જેથી દારૂડિયાનો ભારે ત્રાસ રહેતો હોય આ વિસ્તારની જાહેર સુલેહ અને શાંતિનો ભંગ થાય છે. આ વિસ્તારમાં ગર્લ્સ હાઈસ્કૂલ આવેલી હોય અને આવરાતત્વો જાહેરમાં ચેનચાળા કરતા હોવાની સાથે અભદ્ર વર્તન કરતા હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. રોહિદાસપરા અને આંબેડકર કોલોનીમાં હાઈ સ્પીડે વાહન ચલાવીને આવરા તત્વો સ્થાનિકોને મુશ્કેલીમાં મૂકી દે છે અને દેશી દારૂ સહીતની અસામાજિક પ્રવૃત્તિઓ બેરોકટોકપણે આચારે છે. જો કે સ્થાનિક પોલીસને દેશી દારૂના વેચાણ અને લુખ્ખાઓના ત્રાસની ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ કરી આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવાની રેન્જ આઈજી સમક્ષ માંગ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/