મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર તરફ એસટી પરિવહન શરૂ

0
57
/

મોરબી : મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર શહેર તરફ આજથી એસટીનું પરિવહન શરૂ થયું છે. મોરબીથી દર અડધી કલાકે રાજકોટ જવા એસટી બસ સેવા પણ શરૂ કરાઇ છે. આજે સવારે મોરબીથી જામનગર, મોરબીથી સુરેન્દ્રનગર જવા એસટી બસો રવાના થઈ હતી. અલબત્ત હજુ પ્રારંભિક તબક્કે મુસાફરોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

લોકડાઉન-4ના પ્રારંભે એસટી સેવા ચાલુ કરવાની છૂટછાટ આપ્યા બાદ સરકારી તંત્રની ગાઈડલાઈનસ પ્રમાણે મોરબીમાં ગત તારીખ 20મેથી એસટી સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે પ્રારંભિક તબક્કે મોરબી જિલ્લાની અંદર જ એસટી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને મોરબીથી માત્ર તાલુકા મથકોએ એસટી બસો દોડાવવાનું શરૂ કરાયું હતું. ત્યારે હવે આંતર જિલ્લા એસટી પરિવહન પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજથી મોરબી-રાજકોટ, મોરબી-જામનગર અને મોરબી-સુરેન્દ્રનગર એમ ત્રણ આંતર જિલ્લામક એસટી બસો શરૂ કરવામાં આવી છે. આજે સવારે જ મોરબીથી રાજકોટ વચ્ચે દર અડધી કલાકે બસો રવાના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સવારે નિયત રૂટ પ્રમાણે મોરબીથી જામનગર અને મોરબીથી સુરેન્દ્રનગર એક એક એસટી બસો રવાના કરવામાં આવી હતી. મોરબી અને રાજકોટ વચ્ચે જે ઇન્ટરસિટી બસો દોડે છે તેમાં એક મોરબી એસટી ડેપોની અને બાકીની આઠ બસો વાંકાનેર ડેપોની છે.

આ અંગે ડેપો મેનેજર દિલીપભાઈ શામળાએ જણાવ્યું હતું કે, આજથી આ ત્રણ જિલ્લાઓમાં એસટી બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે બસોમાં મુસાફરો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ અને મુસાફરો તથા ડ્રાઇવર-કંડકટરને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સેનીટાઇઝર સહિતના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. પ્રારંભિક તબક્કે મુસાફરોનો ઓછો ઘસારો છે. પણ આગામી દિવસોમાં ફરીવાર એસટી બસોમાં અગાઉ જેવો જ ટ્રાફિક જોવા મળશે તેવું તેમણે જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/