મોરબી: કાલે રવિવારે ગૃહમંત્રી સંઘવી જિલ્લાની મુલાકાતે , કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરશે

0
45
/

મોરબી: હાલ શાંત અને સલામત જિલ્લાની ઈમેજ ધરાવતા મોરબીમાં દિન-પ્રતિદિન ગુનાખોરીમાં વધારો થતો જાય છે, છેલ્લા 1 માસમાં અનેક મોરબીવાસીઓના ઘરના તાળા તૂટ્યા છે, પણ હજુ સુધી રહેણાંક મકાનમાં થતી તસ્કરીનો પોલીસ ભેદ ઉકેલી શકી નથી. ત્યારે સરકારના સલામત મોરબીના દાવા પોકળ ગયા છે અને મોરબી ગુનાખોરીનું મોડલ બની રહ્યાનું જણાય છે. આવા સમયે આગામી તા.19 જૂન રવિવારના રોજ સવારે 9:30 કલાકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાત આવનાર છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવવાના છે.

ખાસ આ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહેવાના છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી રવિવારે મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરીને મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ચોરી અને લૂંટના બનાવોને અંકુશમાં લેવામાં આવેલ પગલાંની સમીક્ષા કરશે. પણ અહીં સવાલ એ થાય કે સમીક્ષા કઈ વાતની કરશે. કારણ કે આજ સુધી ચોરી અને લૂંટના આરોપીઓ ઝડપાયા નથી. તે બેફામ અને બેલગામ બનીને ફરી રહ્યા છે. જાણે તેને પોલીસનો કોઈ ડર જ ન હોય.. અહીં મોરબીવાસીઓના લોકમુખે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસકર્મીઓ ગોકળગતી ગુનાની તપાસ કરવામાં વ્યસ્ત છે એટલે જ મોરબીમાં ગુંડાઓ, મવાલીઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, બે-નંબરીયાઓ, તોડબાજો, વ્યાજખોરો ખુલ્લેઆમ ગુનાખોરી આચરવામાં મસ્ત છે. હવે જોવાનું રહેશે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત બાદ મોરબીમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે કે નહીં.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/