મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં અંદર જુગારધામ ચાલતું હોવાની એસીબીની ટીમને બાતમી મળી હતી જેથી કરીને પીઆઇની સુચના મુજબ સ્ટાફ દ્વારા ટ્રાન્સપોર્ટની ઓફિસ અંદર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને રોકડ બેકાર અને મોબાઇલ સહિત કુલ મળીને ૧૩.૮૯ લાખના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓની ધરપકડ કરવામાં આવેલ છે
મોરબી પંથકમાં જુગારની બદીને ડામી દેવા માટે એસટી ની સુચના મુજબ હાલમાં જુદા જુદા વિસ્તારો ની અંદર સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી રહી છે અને જુગારીઓને પકડવામાં આવી રહ્યા છે દરમ્યાન એલ . સી . બી . સ્ટાફના સંજયભાઇ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ હકીકત આધારે એલ.સી.બી. પીઆઇ વી.બી . જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબીના કંડલા બાયપાસ રોડ ગણેશ ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાદવજીભાઇ ખોડાભાઇ વડાવીયા રહે . રામનગર સોસાયટી મોરબી, જીવણભાઇ ખીમાભાઇ કુંભારવાડીયા રહે . યદુનંદન પાર્ક-મોરબી, રાજેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા રહે . પંચાસર રોડ , ગીરધરભાઇ ઠાકરશીભાઇ બારૈયા, રામનગર સોસાયટી , તથા દિનેશભાઇ કલાભાઇ શેરસીયા રહે . જેપુર વાળાઓને રોકડ રૂપીયા ૫૫ , ૫૦૦ / – તથા ફોરવ્હીલ ગાડી – ૨ મોબાઇલ – પ તથા મોટર સાયકલ- ૧ મળી ૧૩ , ૩૪ , ૦૦૦ / – સહિત કુલ ૧૩,૮૯,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide