મોરબીમાં ટ્રકની હડતાળનો આજે ત્રીજો દિવસ હજુ પરિસ્થિતિઓ વિકટ

0
222
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માલની નુકસાનીની વસૂલાત માટે લેખિત ન મળે ત્યાં સુધી ટ્રક નહિ દોડે: પ્રમુખ

મોરબી: હાલમા મોરબી પંથકમાં આવેલા જુદા જુદા સિરામિકના યુનિટમાંથી ટાઇલ્સનો જથ્થો ભરીને જુદા-જુદા રાજ્યોની અંદર વેપારીઓ સુધીમાં પહોંચાડતા ટ્રક ટ્રાન્સપોર્ટરના ભાડામાંથી માલ ડેમેજના નામે મોટી રકમ કાપી લેવામાં આવતી હોય છે જેથી હાલમાં મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવેલ છે અને જ્યાં સુધી સીરામીક એસોસીએશન તરફથી નુકશાની બાબતે વસૂલાત કેવી રીતે કરવામાં આવશે તેનો લેખિતમાં કોઈ જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે તેવું હાલમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી જાણવા મળેલ છે

મોરબી વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા પાડવામાં આવેલ હડતાલને આજે ત્રીજો દિવસ છે અને ત્રણ દિવસથી મોરબી પંથકના સિરામિક ના જુદા જુદા કારખાનાઓમાંથી ટાઇલ્સનું લોડિંગ કરવાનું બંધ કરવામાં આવેલ છે જેના કારણે હાલમાં ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો છે ખાસ કરીને મોરબીની આસપાસમાં આવેલા સિરામિકના જુદા જુદા કારખાનાઓની અંદરથી સિરામિક ટાઇલ્સ સહિતની પ્રોડક્ટ ભરીને દેશના જુદા-જુદા રાજ્યોની અંદર ખૂણે ખૂણે બેઠેલા વેપારીઓ સુધી માલ પહોંચાડતાં ટ્રાન્સપોર્ટરના ભાડામાથી માલ ડેમેજ થાય તો મોટી રકમો ગેરકાયદે કાપી લેવામાં આવે છે જેના વિરોધમાં હાલમાં મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવેલ છે અને ત્રણ દિવસ થવા છતાં પણ હજુ આ હડતાલ સમેટાઈ નથી જેના કારણે મોરબીથી જુદાજુદા રાજયમાં માલની સ્પ્લાઈ હાલમાં બંધ થઈ ગયેલ  છે

મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રભાતભાઈ આહિર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બે દિવસથી હડતાલ ચાલુ હોવાના કારણે ગઈ કાલે મોડી સાંજે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, નીલેશભાઈ જેતપરિયા સહિતના સિરામિક ઉદ્યોગજગતના આગેવાનો સાથે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો મિટિંગ યોજાઈ હતી જેમાં મૌખિક રીતે થયેલી ચર્ચા મુજબ એક ટકા જેટલી નુકસાની ટ્રાન્સપોર્ટરને ભોગવવાની રહેશે અને એક ટકા જેટલી નુકશાની જે તે પાર્ટી અથવા તો સિરામિક ઉદ્યોગે ભોગવવાની રહેશે આવું નક્કી કરવામાં આવેલ છે અને માલનો વીમો લેવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી જોકે તે મુદ્દે જ્યાં સુધી લેખિતમાં કોઈ પણ જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ ચાલુ રાખવામાં આવશે કારણ કે ગેરકાયદે ભાડામાંથી મોટી રકમ કાપવામાં આવી રહી છે તે ગેરવ્યાજબી છે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/