મોરબીની બે સોસાયટીના લોકોનો પાલિકા કચેરીમાં હંગામો

0
101
/
શ્રીજી પાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ત્રીજી વખત મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો : પાલિકામાં કોઈ હાજર ન હોવાથી વિફરેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને રોષ ઠાલવ્યો : સત્યમ સોસાયટીના લોકોએ ગારા કીચડ પ્રશ્ને પાલિકામાં આક્રોશ ઠાલવ્યો

મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર લોકોની સમસ્યાઓ હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોવાની પાલિકામાં આવી રહેલા લોકોના મોરચા ગવાહી કરી રહ્યા છે. તંત્રના પાપે મોરબીની શ્રીજી સોસાયટીની મહિલા સહિતના સ્થાનિક લોકોએ પાણીપ્રશ્ને પાલિકામાં હંગામો મચાવ્યો હતો. પાલિકામાં અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી રોષે ભરાયેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. જ્યારે વાવડી રોડ પરની સત્યમ સોસાયટીના લોકોએ પણ ગારા કીચડ પ્રશ્ને આક્રોશ ઠાલવ્યો હતો.મોરબી નગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે પાલિકામાં લોકોના મોરચાના બનાવો રોજિંદા બન્યા છે. જેમાં મોરબીની વાવડી રોડ પરની શ્રીજી સોસાયટીમાં પાણી પ્રશ્ને પાલિકા તંત્રની હદ બહારની બેદરકારીના પાપે આજે ત્રીજી વખત આ સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો. પરંતુ પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બેસી ગયા હતા અને બાદમાં બહાર લોબીમાં બેસીને ઉગ્ર દેખાવો કર્યા હતા. અડધો કલાક થવા છતાં જવાબદાર અધિકારી કે પદાધિકારી ન ડોકાતા અંતે કંટાળી ગયેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરી દીધો હતો. આ બાબતે રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું હતું કે, પાણી પ્રશ્ને સતત રજૂઆતો કરવા છતાં નપાણિયું તંત્ર દાદ આપતું નથી. એક મહિનાથી પાણી આવતું ન હોવાથી સ્થાનિક લોકોની આકરી કસોટી થઈ રહી છે. જો પ્રેશરથી પાણી છોડાઈ તો આ છેલ્લી સોસાયટી સુધી પાણી પહોંચી શકે એમ છે. પરંતુ તંત્રે ખાડો ખોદીને પછી કોઈ કાર્યવાહી કરી નથી અને તંત્રની લાપરવાહી સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે વાવડી રોડ પરની સત્યમ સોસાયટીના લોકોએ પાણી પાલિકામાં રજુઆત અર્થે દોડી આવ્યા હતા. તેમની સોસાયટીમાં છ મહિનાથી રોડ ખોદીને રાખી દેવામાં આવ્યો છે. હાલ વરસાદ થતાં ગારા કીચડ થઈ ગયો છે. તેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. પણ પાલિકામાં અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/