મોરબી : ઉમિયા સર્કલ પાસે રોડ ખોદી નખાયો અને ફોક્સ લાઈટ બંધ થતા રાત્રીના અકસ્માતનો ભય

0
63
/

રોડ માટે ખાડાઓ કરેલા હોય અને ઉપરથી સ્ટ્રીટ અને ચોકની મુખ્ય ફોક્સ લાઈટો ચાલુ ન હોવાથી રાત્રીના અંધકારમાં વાહન ચાલકો ખાડામાં ખાબકે તેવી.પૂરેપૂરી દહેશત

મોરબી : તાજેતરમા મોરબીના હાર્દ સમાં ઉમિયા સર્કલ પાસે રોડનું કામ ચાલી રહ્યું છે. રોડના કામ માટે ખોદકામ કરવામાં આવ્યું છે. પરંતુ રાત્રીના આ રોડના કામ માટે ખોદાયેલા ખાડાઓ જીવલેણ સાબિત થઇ શકે છે કારણકે ઉમિયા સર્કલની મુખ્ય ફોક્સ લાઈટો બંધ હોવાના કારણે રોડ માટેના ખાડાઓમાં વાહન ચાલકો ખાબકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉમિયા સર્કલ પાસે હાલ રોડની કામગીરી ચાલી રહી છે. રોડના કામ માટે ખોદકામ કરવામાં આવ્યું છે, અને આ ખાડાઓ કોઈ પણ સેફટી વગર ખુલ્લા મૂકી દેવાયા છે અને ઉપરથી હાલમાં ઉમિયા સર્કલની મુખ્ય ફોક્સ લાઈટ અને મોટાભાગની રોડની સ્ટ્રીટલાઈટો બંધ છે. રાત્રીના સમયે લાઈટો ચાલુ ન હોય અંધકારને કારણે આ મસમોટા ખાડા ન દેખતા વાહન ચાલકો તેમાં ખાબકે તેવી પૂરેપૂરી દહેશત છે. હાલ તો ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને રોડ માટે ખોદાયેલા ખાડાઓથી દૂર રાખી રહી છે પરંતુ ટ્રાફિક પોલીસની ડ્યુટી પૂર્ણ થયા બાદ ઉમિયા સર્કલ પાસે અંધકારના કારણે અકસ્માત સર્જાય તેવી પુરી શક્યતા છે. આથી કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ખુબજ જરૂરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/