મોરબી: વેરા વસુલાત વિભાગમાં સર્વર ઠપ્પ થતા લોકો લાઈનમાં

0
83
/

મોરબી : હાલ મોરબી પાલિકાને આ વર્ષે વેરા વસુલાતની સારી શરૂઆત થઈ છે તેવા સમયે જ સર્વરના ધાંધિયા સર્જાતા આજે મોરબી પાલિકામાં વેરો ભરવા આવેલા અનેક આસમીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી.

મોરબી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ તેજ બનાવી લોકોને સમયસર વેરો ભરવા માટે અનુરોધ કરવામાં આવતા હાલમાં લોકો રિબેટ યોજનાનો લાભ મેળવવા પાલિકા કચેરીમાં રીતસરની લાઈનો લગાવી વેરો ભરવા આવી રહ્યા છે. જો કે ઓનલાઈન વેરા વસુલાતમાં હાલમાં સર્વર ઠપ્પ થઈ જતા લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે.

બીજી તરફ પાલિકાની આ ઝુંબેશમાં લોકો સહકાર આપી રહ્યા છે તેવા સમયે જ સર્વર વિલન બની વેરા વસુલાતમાં અંતરાય ઉભો કરતા લોકો હેરાન પરેશાન થવાની સાથે પાલિકાની તિજોરીને પણ નુકશાન પહોંચી રહ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/