વાંકાનેર પાલિકાના પૂર્વ સભ્યને જાનથી મારી નાખવા ધમકી

0
141
/

વાંકાનેર :તાજેતરમા વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી તમે કેમ બધા ઉપર હાલી જાવ છો ! આજે તો હવા કાઢી નાખવી છે કહી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક કાનાભાઈ દાનાભાઈ ગમારા નામના રીક્ષા ચાલક સાથે પોલીસ જમાદાર વિજયભાઈ કારોતરાએ માથાકૂટ કરી માર મારતા કાનાભાઈએ ફોન કરી નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ટ્રાન્સપોર્ટર રાજ કેતનભાઈ સોમાણીને આ બાબતની જાણ કરી હતી જેથી રાજ કેતનભાઈ સોમાણી બનાવ સ્થળે દોડી જઇ ઝઘડો શાંત કરવા પ્રયાસ કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/