મોરબી : વાઘપર વાડી વિસ્તારમાં ૧૦૮ ની ટીમ ખેતરમાં સફળ ડીલીવરી

0
59
/

મોરબી: જેતપર મચ્છુ ગામની સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાક ખડેપગે રહેતા ૧૦૮ ના સ્ટાફને તા.૧૩-૦૭-૨૦૨૦ ના રોજ સવારે ૯.૫૫ કલાકે  પ્રસુતિ અંગેનો ઈમરજન્સી કોલ આવતા ત્વરીત ૧૦૮ ટીમના ઈએમટી સુનિલ ચાંડપા અને પાઈલોટ જગદીશ સાકરીયા સ્થળ પર જવા રવાના થયા હતા અને કોલ મુજબ વાઘપર વાડી વિસ્તારમાં ૧૦૮ પહોંચી ગઈ હતી પરંતુ રોડથી બે કીમી અંદર વાડીમાં રહેતા મજુર પરીવાર સુધી પગપાળા જવા સિવાય કોઈ બીજા ઉપાય ન હોવાથી ૧૦૮ સ્ટાફે ચાલતા બે કીમી ખેતર ખુંદી સર્ગભા મહીલા સુધી પહોચ્યા હતા

જ્યા સુમીત્રાબેન છગનભાઈ નામની મહીલાને પ્રસુતિની અસહ્ય પીડા જોતા ૧૦૮ ટીમના ડોકટરએ ચેક ઍપ કરતા બે કીમી પગપાળા ચાલી અંતર કાપવું મહીલા માટે કપરૂ સાબિત થાય તેમ હોય દુખાવો પણ વધારે હોવા થી ૧૦૮ ના ડોકટરરો એ સુજબૂજથી કામ લઈને વાડીમાં જ સફળ પ્રસુતિ કરાવી ખરા અર્થમાં કોરોના વોરીયર્સ બની માતા અને બાળકને બચાવ્યા હતા. આમ ૧૦૮ ટીમની સુજબુજથી બાળકનો તેમજ મહિલાનો જીવ બચી ગયો હતો જેતપર ૧૦૮ એમ્બુલન્સ સેવાની ટીમે ગર્ભવતી મહિલાને સફળ ડિલીવરી કરાવી હાલમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે જેને વધુ સારવાર માટે જેતપર CHC ખાતે લઈ જવાયા હતા. આમ સાચા કોરોના વોરીયર્સ અને ટીમની નૈતિક ફરજ સમજી પ્રસુતાની પીડાનો ખ્યાલ રાખી બે કીમી પગપાળા સર્ગભા સુધી પહોચી સર્ગભાની સફળ ડિલીવરી કરાવી હતી આ રીતે ૧૦૮ ની ટીમે સર્ગભા અને બાળકને કપરી કોરોનાની સ્થિતિમાં બચાવી માનવતા મહેકાવી હતી . જે ખરેખર સ્તુત્ય છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/