મોરબીના શનાળા ગામે કારખાનેદારનો આર્થિક સંકળામણથી આપઘાત

0
500
/

મોરબી: પ્રાપ્ત વિગતોનુસાર મોરબી નજીકના શનાળા ગામે રહેતા અને પટેલ સમાજ વાડીની સામેના ભાગમાં પાણીના ટાંકાની બાજુમાં આવેલ શક્તિ એન્જિનિયરિંગ નામના લેથનું કારખાનું ધરાવતા દિલીપભાઈ મગનભાઈ પાડલીયા (૪૭)એ ગઈકાલે તેના કારખાનાની અંદર હાઇડ્રોલિકના વજન ઉપાડવા માટેના બેલ્ટ બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ બનાવની હાલમાં તેના દીકરા પાર્થ દિલીપભાઈ પાડલીયા (ઉંમર ૨૧)ની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક દિલીપભાઇને લેથનું કારખાનું હતુ જે લોકડાઉન દરમિયાન ચાલતુ ન હતુ અને હાલમાં કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેમણે આર્થિક સંકડામણને કારણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/