મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન સોમવારથી શરૂ થશે : અભિનવ જેફ

0
121
/

આગામી સોમવારથી વાંકાનેર- મોરબી વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેવું રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

સોમવારથી વાંકાનેર- મોરબી વચ્ચે ડેમુ ટ્રેન શરુ થવાની છે તેની વિગત આપતા રેલવેના અધિકારીએ જણાવ્યુ છે કે, વાંકાનેરથી મોરબી દરરોજ સવારે ૭: ૧૦ કલાકે ઉપડશે અને ૭: ૫૫ કલાકે મોરબી પહોંચશે. તો મોરબી થી વાંકાનેર દરરોજ સવારે ૮: ૧૦ કલાકે ઉપડશે જે ૮: ૫૫ કલાકે વાંકાનેર પહોંચશે. ત્યાર બાદ વાંકાનેરથી મોરબી ૯: ૩૦ કલાકે ઉપડશે અને ૧૦: ૧૫ કલાકે મોરબી પહોંચશે અને મોરબીથી વાંકાનેર બપોરે ૧: ૦૫ કલાકે ઉપડશે જે ૧: ૫૦ કલાકે વાંકાનેર પહોંચશે અને છેલ્લે વાંકાનેરથી મોરબી ડેમુ દરરોજ સાંજે ૭: ૨૦ કલાકે ઉપડશે જે ૮: ૦૫ કલાકે મોરબી પહોંચશે આવી જ રીતે મોરબીથી વાંકાનેર રાત્રે ૮: ૨૦ કલાકે ઉપડશે અને રાત્રે ૯: ૦૫ કલાકે વાંકાનેર પહોંચશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/