મોરબી : ભાજપ સાથે ગદ્દારી કરનાર વધુ એક દંપતિ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયું

0
330
/

મોટા દહીંસરા બેઠક ઉપર અપક્ષ ઝુંકાવનાર ભાજપ અગ્રણીએ ભાજપને ટેકો જાહેર કરી દીધો

મોરબી : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ટીકીટ ન ફાળવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ સાથે ગદ્દારી કરનાર વધુ એક દંપતીને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે તો બીજી તરફ મોટા દહીંસરા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર ભાજપ અગ્રણીએ છેલ્લી ઘડીએ ટેકો જાહેર કરી સસ્પેનશનના પગલાંથી બચી ગયા છે.

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયાએ પક્ષ સાથે બગાવત કરનાર મહેન્દ્રનગરના પૂર્વ સરપંચ અને તેમના પત્નીને સસ્પેન્ડ કર્યા બાદ આજે વધુ એક આકરું પગલું લઈ મોરબી તાલુકાના ખેવાળીયા ગામના જ્યોત્સનાબેન પ્રફુલભાઇ હોથીએ ખાખરાળા તાલુકા પંચાયત સીટ ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ વિરોધી કાર્ય કરેલ હોવાથી જ્યોત્સનાબેન પ્રફુલભાઇ હોથી તથા પ્રફુલભાઇ હોથી બન્નેને પ્રાથમિક તથા સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.

નોંધનીય છે કે જિલ્લા પંચાયતની મોટા દહીંસરા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરે આજે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી દેતા તેઓ સસ્પેનશનની કાર્યવાહીથી બચી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/