મોરબીમા પાણી પહોંચાડવા માટેના નવા પમ્પીંગ સ્ટેશન પ્લાન્ટ શરુ કરવાની માંગ

0
37
/

મોરબી : મોરબી શહેર અને ગ્રામ્યની આજુબાજુના વિસ્તારોમા પીવા માટેના પાણી પહોંચાડતા પમ્પીગ સ્ટેશન પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે. તે તાત્કાલીક ધોરણે ચાલુ કરવા અંગે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવેલ છે.

આ રજુઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા મોરબી જીલ્લામાં શહેર અને ગ્રામ્ય માટેના પીવાના પાણીની દર વર્ષે તંગીને કારણે રાજય સરકાર પાણી પુરવઠા વિભાગમાં અનેક વખત જુદા-જુદા સંગઠન રાજકીય પાર્ટી દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા લગભગ મોરબી શહેરમાં 1 થી 13 વોર્ડમા અને શહેરની નજીક આવતા ગ્રામ્ય ઓજી વિસ્તારના લોકોને પીવા માટે શુધ્ધ પાણી પુરતા પ્રમાણમા મળતુ રહે, તે અંગે સર્વે કરીને સરકારમા રીપોર્ટ કરીને આશરે મોરબી શહેરની હદમાં જ પાણી સપ્લાઈ કરવા માટે 6 જેટલા બનાવવામા આવેલા છે.

જેમાં કેસરબાગ, ઉમા ટાઉનશિપ પાસે, શોભેશ્વર ફીલ્ટર હાઉસ, નજરબાગ, નદીના કાંઠે, સ્મશાન મેલડી માતાજીના મંદીર પાસે, નવલખી રોડ જેવા વિસ્તારોમાં પીવાના પાણીની કટોકટી ભોગવતા લોકો માટે આર્શીવાદ સમાન તમામ સમ્પ ફીલ્ટર પ્લાન્ટ બની ગયેલ છે. માત્ર ઉદ્ધાટન બાકી છે. અને લોકો આ પાણીની રાહ જોઈ બેઠા છે. તો તમામ પ્લાન્ટ ઉપર તપાસ કરી સરકારમાં રિપોર્ટ કરવા અને તાત્કાલિક ચાલુ કરવા અપીલ કરવામાં આવેલ છે.

તસ્વીર : રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/