પાલિકા અને પોલીસની ટીમ સતત બજારમાં ફરીને ચેતવણી આપી હોવા છતાં માસ્ક ન પહેરતા દંડનીય કાર્યવાહી શરૂ કરી
મોરબી : કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેકે ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત છે. અને ફરજીયાત માસ્ક પહેરવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે. એમ છતાં પણ મોરબીમાં અમુક લોકો છેલ્લા કેટલાક દિવસોથી માસ્ક પહેર્યા વગર ફરતા હોય છે. તેમજ બજારોમાં દુકાનો ધરાવતા વેપારીઓ પણ માસ્ક પહેર્યા વગર પોતાની દુકાને વેપાર કરતા હોવાનું સામે આવતા પોલીસ અને પાલિકા તંત્રએ આવા બેફિકર વેપારીઓની શાન ઠેકાણે લાવવા તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી હતી
મોરબીની તમામ બજારોમાં ખરીદી અર્થે આવતા લોકો અને બજાર વિસ્તારમાં દુકાનો ધરાવતા તમામ વેપારીઓ સાવચેતી માટે ફરજિયાત માસ્ક પહેરે તે માટે મોરબી પાલિકા તંત્રની ટીમ અને પોલીસ તંત્રની ટીમ છેલ્લા 20 દિવસથી ખાસ ઝુંબેશ ચલાવી રહી છે. જેમાં પોલીસ અને પોલીસ તંત્રની ટીમ ગાડીમાં દરરોજ બજારોમાં ફરીને લોકો અને વેપારીઓને ફરજિયાત માસ્ક પહેરી રાખવા ચેતવણી આપે છે અને માસ્ક ન પહેર્યા હોય એવા ગ્રાહકોને વસ્તુ આપવી નહિ તેવી દુકાનદારોને માઇક દ્વારા સૂચના આપે છે. એ ડિવિઝન પીઆઇ આર.જે ચૌધરી તથા પાલિકાના સેનિટેશન ઇન્સપેક્ટર કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમો સતત દરરોજ ગાડીઓમાં ફરીને વેપારીઓ અને લોકોને માસ્ક પહેરવા સમજવાતા હોવા છતાં અમુક લોકો અને દુકાનદારો ફરજિયાત માસ્કના નિયમનો ભંગ કરતા હોવાથી પોલીસ અને પાલિકાની ટીમે છેલ્લા બે દિવસથી માસ્ક ન પહેરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે પોલીસ અને પાલિકાની ટીમે નહેરુ ગેટ ચોક આસપાસના બજાર વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 57 જેટલા વેપારીઓએ માસ્ક પહેર્યા વગર પોતાની દુકાને વેપાર કરતા હોવાનું સામે આવતા અને અમુક વાહન ચાલકો માસ્ક પહેર્યા વગર નીકળતા કુલ રૂ.11,400 જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide