મોરબીમા ABVP દ્વારા SC, ST, OBC વર્ગના વંચિત રહી ગયેલા છાત્રોને શિષ્યવૃત્તિ અને ટેબ્લેટ આપવાની માંગ

0
52
/
કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું

મોરબી : ગઇકાલે ABVP મોરબી દ્વારા રાજ્યની તમામ કોલેજ-યુનિવર્સિટીના અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (OBC) વર્ગના વિદ્યાર્થીઓને ન મળેલી શિષ્યવૃત્તિ અને ટેબ્લેટના વિષયને લઈને મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે ABVP વિદ્યાર્થી, શિક્ષણ તથા શિક્ષણવિદ જેની સાથે જોડાયેલ રહે છે એવું વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. કે જે શિક્ષણના પ્રશ્નના નિરાકરણ માટે હંમેશા સક્રિય રહે છે. રાજ્યની તમામ કોલેજ યુનિવર્સિટીના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી વંચિત છે અને ટેબ્લેટ પણ ઘણા કોલેજ અને યુનિવર્સિટીની બેદરકારીને લીધે પહોંચ્યા નથી. ABVP મોરબી દ્વારા આ વિષયને લઇ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને માંગ કરવામાં આવી કે આ વિષયને ગંભીરતાથી ધ્યાને લઇ વિદ્યાર્થી તરફી ન્યાય આપવામાં આવે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/