દેશ ભક્તિનું વાવાઝોડું: વાંચો મોરબીના જાણીતા પત્રકારની કલમે

0
148
/

પ્રજાજોગ મહત્વપૂર્ણ સંદેશ પાઠવતા મોરબી સંદેશ ન્યૂઝ ના જાણીતા પત્રકાર નિલેશ પટેલ

મિત્રો , દેશ માં એક બાજુ દેશભક્તિ ની તો જાણે સીઝન ચાલુ થઈ છે .. એક બાજુ ચીન અને પાકિસ્તાન જેવા દેશ ભારત ની સાર્વભૌમત્વ ને પડકારી રહ્યા છે

દેશ ની સરહદો ને સુરક્ષિત રાખવા દેશ ની સેના દિવસ રાત ઉજાગરા કરી રહી છે .. દેશ ને હાલ સંરક્ષણ મામલે સારા માં સારા હથિયારો પ્રાપ્ત કરવા એ સૌથી મહત્વ નું છે .. પણ હજી આપણે એ તબક્કે નથી જ પહોંચ્યા કે સરકાર ધારે ત્યારે શસ્ત્રો ની ખરીદી કરી શકે .. આવક અને જાવક જોવી પડે છે અને એ પણ દેશવાસીઓ ને જીવનજરૂરી સેવાઓ સાથે .. અનેક સરકારી યોજનાઓ હેઠળ લાખો કરોડ રૂપિયા આપણા જ ભાઈઓ બહેનો માટે વપરાય છે

.. હા ક્યાંક થોડી ઘણી કટકી પણ થતી જ હશે એની પણ ના નથી .. પરંતુ દેશવાસીઓ ને સુવિધા આપતા આપતા આપણે સુરક્ષા ની બાબત માં વધુ મજબૂત થવાનું છે .. તો બીજી બાજુ સમાજ ના તમામ વર્ગ આજે કોઈ ને કોઈ સમસ્યાઓ થી ઘેરાયેલ છે .. વેપાર ધંધા ને કોરોના નું ગ્રહણ લાગ્યું છે .. ખેતી માં પણ સરકાર પહોંચી નથી વળતી .. આજે તમામ વર્ગ સરકાર સામે જ અપેક્ષા રાખી ને બેઠો છે અને હા એમાં કઈ ખોટું પણ નથી નાગરિક ને અપેક્ષા સરકાર થી જ હોય એ સત્ય છે .પણ મિત્રો મને લાગે છે કે દેશ ને માનભેર મહાસત્તા થવું હશે તો એમાં એકલી સરકાર કાઈ જ નહીં કરી શકે

.. એક એક દેશવાસી એ વિચારવું જ પડશે કે દેશ ને તેમની જરૂર છે જાગવાનો સમય કદાચ આવી ગયો છે … સરકાર સામે ની અપેક્ષાઓ બરાબર છે પરંતુ કેટલીક નાની નાની વાતો છે જે આપણે ભૂલી જઇયે છીએ અનેક મામલે દેશભર માં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તમામ લોકો તકલીફ માં છે એ સાચું છે પણ શું દેશ તકલીફ માં નથી ? .. શુ દેશ ની સુરક્ષા માં જ ખામી રહી જશે તો શું તમે કે હું સલામત રહી શકીશું ? .. કોણે શુ કર્યું એ વિચારવા કરતા આપણે શું કરી શકીએ છીએ એ વિચારીશું તો કદાચ આપોઆપ દેશ મહાસત્તા બની જ જશે

એક નાનકડું ઉદાહરણ આપું તો દેશ માં દરેક દિવાળી એ કેટલા કરોડ ના ફટાકડા ખરીદીયે છીએ ? ક્યારેય વિચાર્યું નથી પણ હા એવરેજ એક પરિવાર 500 રૂપિયા ના ફટાકડા પણ ખરીદતો હોય આ આંકડો અરબો માં પહોંચે પણ આ વર્ષે ફટાકડા ના વેપારીઓ જો ફટાકડા બનાવતા પરિવારો ની રોજગારી સાચવી લે અને ફાયકડા ની રકમ દરેક પરિવાર દેશ ની સુરક્ષા માટે ફાળવે તો પાડોશીઓ ને હંફાવવા માટે વધુ એક નવું હથિયાર આરામ થી વસાવી શકાય .. આ તો માત્ર એક જ બાબત છે ક્યાંક ખુશી નું તો ક્યાંક સ્વાદ નું તો ક્યાંક ધાર્મિક સંસ્થાઓ માં દાન પુણ્ય નું બલિદાન આપીએ તો આપોઆપ દેશ સડસડાટ ચાલવા જ લાગશે બસ જરૂર છે તો આત્મા નો અવાજ સાંભળવાની અને દેશભક્તિ નું સાચું ખમીર દેખાડવાની

જો આવું થાય તો સારું જ છે ને કદાચ ના પણ થાય તો પણ દેશ તો આગળ જ વધશે બસ ઝડપ ઓછી હશે .. મારી વાત ન ગમે તો માફ કરજો મિત્રો પણ મને લાગ્યું કે શેર કરવું જરૂરી છે તો કરું છું .. જય હિન્દ … નિલેશ પટેલ , મોરબી

(નિલેશ પટેલ : પત્રકાર સંદેશ ન્યૂઝ,મોરબી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/