મોરબીમા હાથરસમાં દુષ્કર્મ અને કચ્છમાં વકીલની હત્યાના વિરોધમાં SSD દ્વારા પોસ્ટર સાથે મૌન વિરોધ

0
45
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ દેશભરમાં હાલ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં એક યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, હત્યા અને ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપવાને બદલે યુવતીનો મૃતદેહ પરીવારની મરજી વિરુદ્ધ અગ્નિ દાહ કરવાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ઠેર-ઠેર રાજકીય પક્ષ, સામાજિક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, કચ્છના રાપરમાં એક એડવોકેટની હત્યાના એમ બન્ને ઘટનાના વિરોધમાં આજે મોરબીના સ્વયં સૈનિક દળ દ્વારા નહેરૂ ગેટ ચોક ખાતે પોસ્ટર સાથે સવારે 11થી સાંજે 5 સુધી ઉભા રહી મૌન વિરોધ કરવામાં આવેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/