લાયન્સ કલબ ઓફ મોરબીના સહયોગથી ક્લબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સ્વર્ગસ્થ ધર્મપત્નીના મોક્ષાર્થે કાર્યક્રમ યોજાયો
મોરબી : આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ કલબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સંયુક્ત ઉપક્રમે ઉકાળા તેમજ માસ્ક વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો. જેના દ્વારા ભીખાભાઇ લોરીયાના સ્વર્ગસ્થ ધર્મપત્નીને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
ગત તા. 22/7/2020 ના રોજ ભીખાભાઇ લોરિયાના ધર્મપત્ની સવિતાબેનનું દુઃખદ અવસાન થયેલ હતું. સ્વ. સવિતાબેનના આત્માના મોક્ષાર્થે લૌકિક પ્રથા તેમજ બેસણાની જગ્યાએ વૈશ્વિક મહામારીના સમયમાં કોરોનાના સંક્ર્મણને રોકવા માટે લોકડાઉનના નિયમોનું પાલન કરી આરોગ્યવર્ધક ઉકાળા વિતરણ તેમજ માસ્ક વિતરણનું તેઓના નિવાસ સ્થાને આયોજન કરેલ હતું. જેમાં તેઓના સગા-સબંધી તેમજ આજુબાજુની સોસાયટીના લોકોએ બહોળી સંખ્યામાં આ આરોગ્યવર્ધક ઉકાળાનો લાભ લીધેલ હતો.
હાલના આ વૈશ્વિક મહામારીના સમયમાં સ્વજનની વિદાય પછી બેસણાના બદલે લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરીને સમાજને નવો રાહ બતાવેલ કે સ્વજન પાછળ રૂઢિગત ક્રીયાને બદલે પ્રવર્તમાન સમયને અનુરૂપ લોકઉપયોગી કાર્ય થઈ શકે છે. લોરીયા પરિવારના સ્વજનની વસમી વિદાયના સમયે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ ચિત્રા હનુમાનજી ધૂન મંડળએ લોરીયા પરિવારને સામાજિક હુંફ આપી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide