મોરબીમા માતાને કાંધ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવતી દીકરીઓ

0
303
/

મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે માતાનું અવસાન થયા બાદ તેમને સંતાનમાં દીકરો નહિ પણ આઠ દીકરીઓ હોવાથી આઠેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી અંતિમક્રિયા કરીને પુત્ર તરીકેની તમામ ફરજ નીભાવી સમાજને પુત્ર અને પુત્રી એક સમાન હોવાનો મેસેજ આપ્યો છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા કેસરબેન ગોરાભાઈ મકવાણા નામના વૃદ્ધાનું અવસાન થયું હતું. જો કે તેમને સંતાનમાં એકેય દીકરો ન હોય અને આઠ દીકરીઓ જ હોય છતાં માતાએ પુત્ર-પુત્રીમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર કાળી મજુરી કરીને આ તમામ પુત્રીઓને ભણાવી ગણાવી ધામધૂમથી લગ્ન કરાવી સાસરે વળાવી હતી. માતાએ તો બધી ફરજ નિભાવી હોય ત્યારે સાસરે રહેલી આઠેય દીકરીઓએ પણ છેલ્લી ઘડી સુધી માતાની સેવા કરીને પુત્રની ખોટ સાલવા દીધી ન હતી. હવે જ્યારે માતાનું અવસાન થયું હોય ત્યારે માતાની અર્થીને પુત્ર જ કાંધ આપી અંતિમ ક્રિયા કરે તેવી વર્ષો જૂની પરંપરાનો છેદ ઉડાડી આ આઠેય દીકરીઓએ માતાની અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું અને આઠ દીકરીઓ મુરીબેન, દેવુંબેન, બાલુબેન, વિજુબેન, ખીમીબેન, અનુબેન, લાભુબેન, હંસાબેન એમ આ બધી દિકરીઓએ ભારે હૉયે માતાની અર્થીને કાંધ આપીને અંતિમક્રિયા કરી હતી. જો કે માતાની આ વસમી વિદાયનો આઘાત દીકરીઓ માટે સહન કરવો મુશ્કેલ હોય રડતી આંખે દિકરીઓએ માતાને માન સન્માન સાથે અંતિમ વિદાય આપીને વર્ષો જૂની પરંપરાને તિલાંજલિ આપવાનો સમાજને સંદેશ આપ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/