જૂની પેન્શન યોજનાની માંગ સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની રેલી

0
40
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજાઈ હતી. મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે OPS લાગુ કરવા ગાંધીજીની વેશભૂષા ધારણ કરી રેલી યોજી રામધૂન બોલાવી, ધરતીમાતાનું તિલક કરી જ્યાં સુધી જૂની પેન્શન યોજના ચાલુ ન કરાઇ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

ગત વર્ષે સરકાર દ્વારા થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓના બાકી પરિપત્રો તેમજ શિક્ષક સહિતના સર્વે સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી માટે આગામી તારીખ બીજી ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પોતાના સાથી સંગઠનોને સાથે રાખીને સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરીને આ માંગણીઓને પૂર્ણ કરવા માટે ફરીથી આંદોલનની શરૂઆત કરવામા આવી છે.

આંદોલનને સફળ બનાવવાના ભાગરૂપે આજે તારીખ 2 ઓક્ટોબર 2023ના રોજ મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધીજી તેમજ અન્ય સત્યાગ્રહીઓની વેશભૂષા ધારણ કરી,રામધૂન બોલાવી,માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરી, દેશનેતાઓની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ઓપીએસ લાગુ કરવા માટેના સૂત્રોચ્ચાર કરવા,વક્તવ્યો આપવા જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરી સરકાર સમક્ષ કર્મચારીઓની માંગણીઓ રજૂ કરી હતી. મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું કર્મચારીઓની વિવિધ માંગણીઓ જેવી કે 2005 પહેલાના કર્મચારીઓને સરકારે સ્વીકાર્યા મુજબ તાત્કાલિક પરિપત્ર કરી, જૂની પેન્શન યોજના લાગુ કરે, હાલમાં જે NPS માં છે તે તમામ કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા સરકાર નક્કર પગલાં લેવા માતૃશકિત માટે 1998 ની પ્રસૂતિ રજા સંદર્ભે નિરાકરણ આપે, 4200 ગ્રેડ પે, બદલી પામેલા મિત્રોને 100% છૂટા કરવા જેવા વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવા માટે એક મજબૂત આંદોલનની રાહ કંડારવા વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/