મોરબીમા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ

0
38
/
1992ના 70 જેટલા કાર સેવકોનું સન્માન કરાયું, દરેક વ્યક્તિમાં રામને જગાવીને સામાજિક સમરસતાનું નિર્માણ કરવાનું આહવાન કરાયું : સામાન્ય માણસો પણ યથાશક્તિ મુજબ દાન પણ કરી શકશે

મોરબી : હાલ અયોધ્યામાં રામ જન્મ ભૂમિ મંદિરના નિર્માણ કાર્યનું હવે સ્વપ્ન સાકાર થયું છે. રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. ત્યારે રામ મંદિરના નિર્માણ માટે તમામ વર્ગના લોકો પણ દાન કરી શકે એ માટે મોરબીમાં શનાળા રોડ પર સરદાર બાગ પાસે ઓમ શાંતિ ગ્રાઉન્ડની સામે અંજતા બંગલો નજીક આજથી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ તકે આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્રના સર સંચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયા, કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુ, વિહિપના રામ નારાયણ દવે, નિરંજનદાસ મહારાજ, સીરામીક એસો. સોલ્ટ એસો.ના પ્રમુખો, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 1992માં મોરબીથી જોડાયેલા કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે શિવરામ દાસ બાપુએ જણાવ્યું હતું કે, રામ સૌના હૃદય અને મનમાં વસે છે. તેમને રામ મંદિરના નિર્માણ માટે રૂ. 51 હજારનું દાન અર્પણ કર્યું હતું. તેમજ નિરંજન દાસ મહારાજે પણ રૂ. 21 હજારનું દાન કર્યું હતું. જ્યારે ડો. જયંતીભાઈ ભાડેશીયાએ જણાવ્યું હતું કે, 1992ની કાર સેવક રેલીમાં મોરબીના 70 જેટલા કાર સેવકો જોડાયા હતા. છ મહિલાઓ જોડાઈ હતી. આ તમામ કાર સેવકોનું સન્માન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે રામ મંદિર માટે 76 જેટલા યુદ્ધો થયા હતા અને 400 વર્ષની લડાઈનું સુખાંત આવ્યો છે. હવે વર્તમાનમાં રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે.

ડો.ભાડેશિયાએ વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ થતું હોય ત્યારે સમાજના દરેક વ્યક્તિમાં અયોધ્યા જેવી સ્થિતિનું નિર્માણ કરવું પડશે. રામના આદર્શને જીવનમાં ઉતારવાની શીખ આપી હતી. તેમજ ખાલી મંદિરનું નિર્માણની સાથે સામાજિક સમરસતાના નિર્માણની પણ જરૂર છે. દરેક વ્યક્તિમાં રામ જગાવવો જરૂરી છે અને રામ મંદિરના નિર્માણ માટે દરેક નાનામાં નાનો માણસ પણ તેમની યથાશક્તિ મુજબ દાન કરી શકશે. આ તકે લોકોએ દાનની સરવાણી વહાવી હતી. અને દાન કરનારાનું પણ સન્માન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે પ્રથમ એક કલાકમાં જ રૂ. 90 લાખનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું.

દેશના કોઈ મોટા ઉધોગપતિઓ ધારે તો મંદિર બનાવી શકે છે. પણ આ મંદિરમાં નાનામાં નાની વ્યક્તિની ભાવના જોડાઈ અને સૌનું મંદિર બને તે માટે હેતુથી દાનની પહેલ કરવામાં આવી છે. આથી, દરેક સમાજના લોકો પોતાની લાગણી જળવાઈ રહે તે માટે દાન કરી શકશે. જેમાં અનેક લોકોએ દાન કર્યું છે. જેમાંથી સૌથી વધુ અજયભાઈ લોરીયાએ રૂ. 21 લાખનું દાન કર્યું છે. ઉપરાંત 1 લાખથી વધુનું પણ દાન કરવામાં આવ્યું છે. દાન કરવા માટે મધ્યસ્થ કાર્યાલયના લલિતભાઈ ભોરણીયા-97277 70102, રામનારાયણ દવે-94292 45639 અને સુરેશભાઈ સોરીયા-98252 93746 ઉપર સંપર્ક પણ કરી શકાશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/