મોરબીના આધેડે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

0
708
/

એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં નાણાકીય જરૂરત પડતા કટકે કટકે 75 લાખ દોઢ ટકા વ્યાજે લીધા બાદ આધેડ ફસાયા, વ્યાજખોરે પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી ચેક રિટર્નનો કેસ કર્યાનો ફરિયાદમાં કરાયો ઉલ્લેખ 

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા લોહાણા આધેડને નાણાકીય જરૂરત પડતા જુના પાડોશી પાસેથી કટકે – કટકે રૂપિયા 75 લાખ લીધા બાદ પોતે શરૂ કરેલા કન્ટ્રક્શન બિઝનેશમાં મંદી આવવાની સાથે એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો વચ્ચે હિસાબોમાં વાંધા ચાલતા હોય વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરે વ્યાજ વસૂલવા પઠાણી ઉઘરાણી કરી પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપતા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર ફરિયાદ નોંધાવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોકમાં નરસંગ વ્યુ એપાર્ટમેન્ટ રહેતા હર્ષદભાઈ વ્રજલાલભાઈ બુધ્ધદેવે આરોપી હિમાંશુ નીલકંઠભાઈ દવે રહે.કૈલાશ એપાર્ટમેન્ટ શુભ હોટલ વાળી શેરી જીઆઇડીસી સામે શનાળા રોડ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે રૂદ્રાક્ષ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચલાવતા હોય ધંધામાં નાણાકીય જરૂરત પડતા પોતાના જુના પાડોશી આરોપી હિમાંશુભાઈ નીલકંઠભાઇ દવેને વાત કરતા કટકે કટકે કુલ મળી રૂપિયા 75 લાખ બેન્ક મારફતે ટ્રાન્સફર કરી મહિને દોઢ ટકા વ્યાજે આપ્યા હતા જેનું તેઓ નિયમિત વ્યાજ ચુકવતા હતા.બીજી તરફ હર્ષદભાઈ વ્રજલાલભાઈ બુધ્ધદેવે 75 લાખ જેટલી રકમ મહિને દોઢ ટકા વ્યાજે લીધા બાદ તેમની રૂદ્રાક્ષ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને બાંધકામના વ્યવસાયમાં ભાગીદારો વચ્ચે હિસાબી વાંધા ચાલતા હોવાથી છેલ્લા ચારેક મહિનાથી હર્ષદભાઈ વ્યાજ ન ચૂકવી શકતા આરોપી હિમાંશુભાઈ નીલકંઠભાઇ દવે દ્વારા અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ઘેર આવીને તેમજ મોબાઈલ ફોનમાં ધમકી આપવાનું શરૂ કરી વ્યાજે આપેલ રકમની ઉઘરાણીનો હવાલો સ્વીકારવા બળજબરી કરી હર્ષદભાઈના પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપતા અંતે વ્યાજખોર હિમાંશુ દવેની ધમકીથી કંટાળી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હિમાંશુ દવે વિરુદ્ધ નાણાં ધીરધાર અને આઇપીસી કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

POLICE-A-DIVISON

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/