ગ્રામજનોએ અગાઉ એક શખ્સને પકડી લીધા બાદ બીજા ફરાર થયેલા આરોપીને ફોરેસ્ટર વિભાગે ઝડપી લીધો
મોરબી : મોરબીના આમરણ ગામે રાષ્ટ્રીય પક્ષની હત્યા કરનાર બે શખ્સોની ફોરેસ્ટ વિભાગે ધરપકડ કરી હતી. જોકે આ બન્ને શખ્સો મોરની હત્યા કરી મિજબાની માણે તે પહેલાં ગ્રામજનોએ બેમાંથી એક શખ્સને પડકીને ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યો હતો. જ્યારે બીજો ફરાર થયેલા આરોપીને પણ વન વિભાગે બાદમાં ઝડપી લીધો હતો
મોરબીના આમરણ ગામે બે શખ્સો રાષ્ટ્રીય પક્ષની મોરની હત્યા કરીને મિજબાની માણવાની તૈયારી કરતા હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનોએ ઘટનાસ્થળે ઘસી ગયા હતા. જોકે ગ્રામજનોને જોઈને એક શખ્સ નાસી છૂટ્યો હતો.આથી ગ્રામજનોએ રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા કરનાર ઉટબેટ શામપરના શખ્સ અલ્તાફ કરીફ ડફેરને ઝડપી લીધો હતો અને ફોર્ર્સ્ટ વિભાગને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે દોડી જઈને આ શખ્સની ધરપકડ કરી હતી. બાદમાં ફોરેસ્ટ વિભાગે બીજો ફરાર થયેલા ધૂળકોટના શખ્સને પણ ઝડપી લીધો હતો.
આ અંગે ફોરેસ્ટર ઓફિસર ડામોરે જણાવ્યું હતું કે આ બન્ને શખ્સો મોરને મારીને મિજબાની માણવાની તૈયારી કરતા હતા. તે પહેલાં સ્થાનિક લોકોએ એક શખ્સને ઝડપી લીધા બાદ બીજા શખ્સની ફોરેસ્ટ વિભાગે ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ સામે વન્ય સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide