મોરબીના ઉદ્યોગપતિઓને લઈને તથાકથિત કલ્કી અવતારની વિચિત્ર આગાહી

0
832
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ગાંડાઓને બાંધવા દોરડા પણ ખૂટી પડશે… આ કલ્કી અવતાર કોપાયમાન થયો હોય ઉદ્યોગપતિઓને સીતારામના જાપ કરવા સલાહ !! વિડીયો વાયરલ

મોરબી : મોરબી મોરબી જિલ્લાના વતની અને અગાઉ અનેક વખત વિવાદમાં સપડાયેલા અને પોતાની જાતને ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કી તરીકે ઓળખાવતા સિંચાઇ વિભાગના પૂર્વ કર્મચારી રમેશચંદ્ર ફેફરે આ વખતે મોરબીના ઉદ્યોગપતિઓને ઝપટે લઈ ભવિષ્યવાણી કરી છે. કહેવાતા કલ્કી અવતારે આગામી 2022ની દિવાળીએ મોરબીના તમામ ઉદ્યોગપતિઓ પાગલ બની જશે અને ન્યુયોર્ક દિલ્હીમાં જેમ કોરોના સમયે હોસ્પિટલમાં લાઈનો લાગતી તેવી લાઈનો લગાવી પાગલો માટે લાગશે અને પાગલોને બાંધવા દોરડા ખૂટી પડશે તેવી હાસ્યાસ્પદ ભવિષ્યવાણી કરી છે. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં પોતાની જાતને કલ્કી આવતાર તરીકે ઓળખાવતા મુળ મોરબી જિલ્લાના વતની રમેશચંદ્ર ફેફરનો રમૂજ સભર વિડીયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં કહેવાતા કલ્કી અવતાર કહે છે કે 2022ની દિવાળીએ મોરબીમાં એટલા લોકો – ઉદ્યોગપતિઓ પાગલ ફરતા હશે કે હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટવાની છે. જે રીતે કોરોનામાં દિલ્હી અને ન્યુયોર્કમાં લોકો હોસ્પિટલમાં દાખલ થવા લાઈનમાં ઉભા રહેતા એવી રીતે જ મોરબીના ઉદ્યોગપતિઓ ગાંડાની હોસ્પિટલમાં દાખલ થવા માટે ઉભા રહેશે અને ગાંડાઓને બાંધવા માટે દોરડા પણ ખૂટી પડશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/