મોરબી : ગઈકાલે તા. 25ના રોજ મોરબીના ચિત્રાધૂન મંડળના સભ્ય ભીખાભાઈ લાેરિયાનો જન્મદિન છે. આથી, તેમના વરદ હસ્તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પુનિત સુયાણીને આર્થિક સહાય આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પુનિત સુયાણી પર ગાંસડી પડતા મણકાનુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આથી, તેઓની ચાલી શકે તેવી સ્થિતિ નથી. હાલ તેઓ ટ્રાઇસિકલ પર બેસીને તેમની સાેસાયટીમાં હરેફરે છે. તો તેમને સહાયરૂપ થવા માટે રૂ. 11,000 ચિત્રાધૂન મંડળના ભીખાભાઈ લાેરિયા, ચંદુભાઈ કડીવાર અને. ટી. સી. ફુલતરિયાના વરદ હસ્તે આપવામાં આવેલ છે. તેમ મંડળના પ્રમુખ યાદીમાં જણાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide