સામખયાળીથી ટ્રકનો પીછો કરતી વેળાએ બની ઘટના, સ્કોર્પિયો અને અલ્ટો કારમાં ધસી આવેલા શખ્સોએ ગૌ રક્ષકોને ધોકાથી માર માર્યો
મોરબી : મોરબીના 4 ગૌ રક્ષકો ગૌ વંશ ભરેલા ટ્રકનો પીછો કરી રહ્યા હતા. તે વેળાએ 15 શખ્સોએ તેઓ પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ગૌરક્ષકોએ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ગૌરક્ષક કરણભાઇ રાજુભાઇ પરમાર, વિજયભાઈ ભગવાનજીભાઈ, જ્યૂભાઈ રબારી અને ચેતનભાઈને બાતમી મળી હતી કે અંજાર તરફથી ગૌવંશ ટ્રકમાં ભરીને ડીસા તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે આ ચારેય ગૌરક્ષકોએ સામખીયાળી પાસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ ગૌ વંશ ભરેલ ટ્રક નંબર જીજે 12 એટી 7669નો તેઓએ પીછો કરેલ હતો.
બાદમાં રાપરના ચિત્રોડ ગામે કાળા કલરની સ્કોર્પિયો અને સફેદ કલરની અલ્ટો કાર ટ્રકમાં રહેલા માણસોની મદદમાં આવી હતી. અંદાજે 15 જેટલા શખ્સોએ ગૌરક્ષકો ઉપર ધોકાથી હુમલો કરી તેઓએ ઇજાગ્રસ્ત કરી દીધા હતા. સાથે તેઓની કારના કાચ પણ તોડી નાખ્યા હતા. આ મામલે ગૌરક્ષક કરણભાઈ પરમારે ગાંધીધામના આડેસર પોલીસ મથકે અજાણ્યા 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide