મોરબીના ગાળા ગામે ગૌશાળામાં પહેલા માળેથી નિચે પડી જતાં બાળક ગંભીર: રાજકોટ દાખલ

0
158
/

તાજેતરમા મોરબી તાલુકાના ગાળા ગામે આવેલી ગૌશાળામાં પહેલા માળેથી આઠેક વર્ષનો રબારી બાળક નીચે પટકાયો હતો જેથી કરીને તેને મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જોકે ગંભીર ઈજાઓને પગલે તેને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાળા ગામે આવેલ ગૌશાળામાં પહેલા માળેથી ખેતાભાઇ વધુભાઈ રબારી નામનો આઠ વર્ષનો બાળક નીચે પટકાયો હતો જેથી કરીને માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ખેતાભાઇ રબારી નામના આઠ વર્ષના બાળકને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ ઇજા જણાતાં હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/