મોરબીના માળિયામાં અમેરિકન ડોલર સસ્તાની લાલચે ચીટીંગ કરનાર ઇસમોના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

0
182
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના માળિયા પંથકમાં અમેરિકન ડોલર અડધી કીમતે આપવાની લાલચ આપી સોનાના બિસ્કીટ બતાવી ટોળકી છેતરપીંડી આચરતી હોય જે ગેંગના ત્રણ ઇસમોને પોલીસે ૨૦ લાખથી વધુના મુદામાલ સાથે દબોચી લઈને પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય આરોપીને કોર્ટમાં રજુ કરી બાદમાં જેલહવાલે કરવામાં આવ્યા છે

મોરબી એલસીબી ટીમેં ચીટીંગ કરતી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા માળિયા તાલુકાના હરીપર ગોલાઈ પાસે બીપીનભાઈ અરજણભાઈ પરમાર રહે લક્ષ્મીનગર તા. મોરબી વાળાને અમેરિકન ડોલર અડધી કિમતમાં આપવાના બહાને બોલાવી અમેરિકન ડોલરનું બંડલ બતાવી તેઓ બંડલ ગણતા હોય ત્યારે અન્ય સાગરીતો પોલીસ બની આવી રેઇડ કરી હતી જેની પાસેથી રોકડ રૂ ૪.૫૦ લાખની રકમની છેતરપીંડી આચરી હતી

જેથી એલસીબી ટીમે આરોપી હાસમ કરીમ મોવર રહે વિસીપરા મોરબી, મુકેશ ઉર્ફે લાલો ખેંગાર રાણવા રહે હાલ મોરબી ૨ ઇન્દિરાનગર અને ઈમ્તિયાઝ યુનુસ અજમેરી રહે મોરબી ૨ કન્તીનગર વાળાને ૨૦ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા લીધા હતા જે બનાવ અંગે વધુ તપાસ માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમ ચલાવતી હોય જે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/