મોરબીના અવની ચોકડી એરીયામાં આવેલ હેલ્થ પ્લસ ફીઝીયોથેરાપી & રિહેબ સેન્ટર એ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં માંગલિક પ્રવેશ કર્યો ત્યારે ફ્રી નિદાન કેમ્પ યોજી સમાજના લોકોને ઉપયોગી સેવા પ્રવુતિ કરેલ છે.
મોરબીના હેલ્થ પ્લસ ફીઝીયોથેરાપી & રિહેબ સેન્ટરના ડોક્ટર પ્રતિક દેસાઈ (માસ્ટર ઓફ ફીઝીયોથેરાપી) તથા તેમના નિપુણ ડોક્ટરોની ટીમ દ્વારા લોકોની શારિરીક તકલીફોને ચેક કરી તેમજ તેમને દુર કરતી કસરતો શીખવી અને ૨ દિવસ ફ્રી સારવારનું આયોજન કરેલ હતું.તે ઉપરાંત આજકાલના વધતા જતા કમર, ઘૂંટણ તથા ગરદનના દુઃખાવા ઘટાડવા માટે કેવા પ્રકારની કસરતો કરવી, કેવી રીતે જીવન જીવવું , કેવી રીતે રોજિંદા જીવનનું કાર્ય કેવી રીતે કરવું વિગેરેની વિસ્તાર પૂર્વક માહિતી આપી લોકોમાં જાગૃતી લાવવા માટેનું ઝુબેશ હાથ ધર્યું હતું. જેમાં ૩૦ થી વધુ લોકો જોડાયા હતા. આ બધા લોકોએ હેલ્થ પ્લસ ફીઝીયોથેરાપીના ડોક્ટર તથા તેમની ટીમની સેવાનો લાભ લીધો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide