મોરબીના 8-a હાઇવે ઉપર ખડકાયેલા માટીના ઢગલાને કારણે કાર પલ્ટી મારી ગઈ

0
364
/
મોરબીના ત્રાજપર ચોકડી પાસે પુલિયા ઉપરની ઘટનામાં કાર ચાલકનો માંડ માંડ જીવ બચ્યો, માટીના ઢગલા હવે વધુ જોખમી બનતા જવાબદાર હાઇવે ઓથોરિટી સામે લોકોમાં ઉગ્ર આક્રોશ

મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ખકડકાયેલા માટીના ઢગલા હવે વધુને વધુ જોખમી બની ગયા છે. જેમાં મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ખકડકાયેલા માટીના ઢગલાને કારણે એક કાર પલ્ટી મારીને ઉંધી વળી ગઈ હતી. જો કે, મોરબીના ત્રાજપર ચોકડી પાસે પુલિયા ઉપરની ઘટનામાં કાર ચાલકનો માંડ માંડ જીવ બચ્યો હતો. પરંતુ માટીના ઢગલા હવે વધુ જોખમી બનતા જવાબદાર હાઇવે ઓથોરિટી સામે લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

આ અકસ્માતની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચાર રસ્તા પાસે પુલિયા નજીક કોઈ ભારે વાહન ચાલક માટીનો ઢગલો ઠાલવી ગયો છે. નેશનલ હાઈવેની વચ્ચોવચ્ચ આ માટીનો ઢગલો વાહન ચાલકો માટે આજે જોખમી પુરવાર થયો હતો. જેમાં આ નેશનલ હાઇવે ઉપર આજે સ્પીડમાં આવતી કાર માટીના ઢગલાને કારણે ઊંઘી વળી ગઈ હતી. જેમાં સ્પીડને કારણે માટીના ઢગલા ન દેખાતા અને નજીક પહોંચતા સ્પીડ ઉપર કાબુ ન રહેતા કાર સીધી માટીના ઢગલાની ચીરીને હાઇવે ઉપર પલ્ટી મારી ગઈ હતી.આ ઘટનામાં કાર ચાલક માળીયાના ખાખરેચીના રહેવાસી હસુંભાઈ નવલભાઈનો ચમત્કારી બચાવ થયો હતો. પરંતુ માટીના ઢગલાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જો કે છેલ્લા ઘણા સમયથી હાઇવે ઉપર કોઈને કોઈ સ્થળે ભારે વાહનો મનમાની ચાલવીને માટી કે પથ્થરોને ખડકલો કરી દેતા હોવાની અનેક ઘટના સામે આવી છે. ખાસ કરીને નેશનલ હાઇવે ઉપર મોટાભાગે કોઈ અડચણ ન હોવાથી વાહન ચાલકો પણ ફૂલ સ્પીડમાં જતા હોય છે.ત્યારે આવા માટીના ઢગલા વધુ જોખમી સાબિત થતા હોવાથી જવાબદાર હાઇવે ઓથોરિટી નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/