મોરબી: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 7896 યુવાનો પ્રથમ વખત મતદાન કરશે

0
40
/
મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સુધારા-વધારા અને નામ ઉમેરવા, કમી કરવા કુલ 36216 અરજીઓ આવી

મોરબી : હાલ રાજ્ય ચૂંટણી પંચની સૂચના અન્વયે મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન કુલ 36216 નાગરિકોએ નામ ઉમેરવા, કમી કરવા, નામ-અટક સુધારવા અને સ્થળાંતરણના કિસ્સામાં અરજી કરી હતી જે પૈકી 18થી 19 વર્ષની વયજૂથના 7896 યુવાઓએ પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા અરજી કરતા આગામી ગ્રામપંચાયતની ચૂંટણીમાં આ તમામ 7896 યુવાવર્ગને મતદાન કરવાનો મોકો મળશે.

મોરબી જિલ્લા ચૂંટણીતંત્રના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં હાથ ધરાયેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત મોરબી માળીયા વિધાનસભા મતક્ષેત્રમાંથી નામ ઉમેરવા માટે કુલ 5800 અરજીઓ મળી છે જેમાં 1944 યુવા વયજૂથના મતદારો છે. એજ રીતે 2194 નામ કમી થયા છે અને 1643 નાગરિકોએ સુધારા-વધારા કરાવ્યા છે તેમજ 1527 નાગરિકોએ સ્થળાંતરણ કર્યું હોવાની અરજી કરી છે.

એ જ રીતે ટંકારા વિધાનસભા મતક્ષેત્રમાં નામ ઉમેરવા માટે કુલ 6710 અરજીઓ મળી છે જેમાં 2917 યુવા વયજૂથના મતદારો છે. એજ રીતે 3010 નામ કમી થયા છે અને 2252 નાગરિકોએ સુધારા-વધારા કરાવ્યા છે તેમજ 340 નાગરિકોએ સ્થળાંતરણ કર્યું હોવાની અરજી કરી છે. જયારે વાંકાનેર વિધાનસભામાં નામ ઉમેરવા માટે કુલ 8033 અરજીઓ મળી છે જેમાં 3025 યુવા વયજૂથના મતદારો છે. એજ રીતે 2248 નામ કમી થયા છે અને 2077નાગરિકોએ સુધારા-વધારા કરાવ્યા છે તેમજ 302 નાગરિકોએ સ્થળાંતરણ કર્યું હોવાની અરજી કરી છે.

આમ જોવા જઈએ તો મોરબી જિલ્લામાં સૌથી વધુ યુવા મતદારો વાંકાનેર વિધાનસભા બેઠક હેઠળ નોંધાયા છે.જયારે સૌથી ઓછા મતદારો મોરબી બેઠકમાં 1944 ઉમેરાયા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/