જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી
મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની ગઈ છે. આ સીરામીક ઝોનનો વિસ્તાર છે. તેથી, વાહનોનો અસામાન્ય ઘસારો રહે છે. આથી, દરરોજ ટ્રાફિકજમની સમસ્યા સર્જાતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મોરબીના પીપળી-જેતપર રોડ ફોરલેન કરવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી હતી કે મોરબીથી જેતપર વાયા પીપળી રોડ ઉપર અનેક સીરામીકના કારખાનાઓ હોવાથી આ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહે છે. તેમજ દરરોજ ભારે વાહનો તેમજ ટુ વહીલર તથા ફોર વહીલરની લાંબી કતારો લાગે છે. આ રોડ ઉપર કલાકો સુધીનો ટ્રાફિક જામ પણ રહેતો હોય આ રોડ ઉપર અકસ્માતનો ભય પણ રહે છે. આ રોડ ઉપર ટ્રાફિકજામની સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ છે અને છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની જવાથી સ્થાનિક ઉધોગકારો સહિતના લોકો ભારે પરેશાન છે. તેથી, મોરબી-જેતપર રોડ એ ઇન્ડસ્ટ્રીયલ રોડ હોવાથી આ રોડ ફોરલેન કરવો ખુબ જ જરૂરી છે. જેથી, આ રોડને ફોરલેન કરવા માટે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide